Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : ટેરિફ વોરના માહોલ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની વાહવાહી કરતું પોસ્ટર હટાવાયું

Vadodara : સરદાર સોસાયટીમાં રોડ સાઇડ આવેલા મકાનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાહવાહી કરતું પોસ્ટર લગાડવામાં આવ્યું હતું.
vadodara   ટેરિફ વોરના માહોલ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની વાહવાહી કરતું પોસ્ટર હટાવાયું
Advertisement
  • હાલ ટ્રમ્પે દુનિયાભરમાં ટેરિફ વોર શરૂ કરી છે
  • તાજેતરમાં ભારત પર ટ્રમ્પે અવ્યવહારૂ ટેરિફ લાદી દીધો છે
  • ટ્રમ્પના વલણને પગલે ભારતીયોમાં રોષની લાગણી જોવા મળી રહી છે

Vadodara : હાલ અમેરિકા (USA) દુનિયાભરના દેશો સામે ટેરિફ વોર (Tariff War) ખોલીને બેઠું છે. આ મામલે હાલ ભારત (India) અને અમેરિકા (USA) આમને-સામને છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા ભારત પર અવ્યવહારુ ટેરિફ લાદી દેવામાં આવ્યો છે. આ પરિસ્થિતી વચ્ચે વડોદરાના પશ્ચિમ ઝોનમાં આવેલી સોસાયટી બહાર ડોનાલ્ડ ટ્રમ્પની વાહવાહી કરતું પોસ્ટર જાહેરમાં (Donald Trump Poster) દેખાય તે રીતે મારવામાં આવ્યું હતું. આ વાત સામાજીક કાર્યકરના ધ્યાને આવતા તુરંત તેને હટાવી લેવામાં આવ્યું છે. એટલું જ નહીં તેને કાપીને દુર કરી દેવામાં આવ્યું છે. જેના કારણે તે પોસ્ટર ફરીથી લગાવી શકાય તેમ નથી.

ટ્રમ્પ વિરૂદ્ધ ભારતીયોમાં રોષની લાગણી

વડોદરાના પશ્ચિમ ઝોનમાં આવેલી પાલિકાની વોર્ડ ઓફિસ પાસે સરદાર સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં રોડ સાઇડ આવેલા મકાનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાહવાહી કરતું પોસ્ટર (Donald Trump Poster) લગાડવામાં આવ્યું હતું. પોસ્ટરમાં ડોનાલ્ડ ટ્રમ્પ, લાયન ઇઝ બેક જેવા શબ્દોથી વાહવાહી કરવામાં આવી હતી. જો કે, આ પોસ્ટર ચૂંટણીમાં જીત બાદ લગાડવામાં આવ્યું હોવાનો અંદાજો છે. હાલ અમેરિકાએ તમામ દેશો વિરૂદ્ધ ટેરિફ વોર શરૂ કરી છે. ત્યારે ભારત પર તેણે અવ્યવહારુ ટેરિફ લાદ્યું છે. જેને પગલે ટ્રમ્પ વિરૂદ્ધ ભારતીયોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

Advertisement

અમારી માટે દેશ પ્રથમ છે

સામાજીક કાર્યકર જિતેન્દ્ર સોલંકીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલી આ સરદાર સોસાયટી છે. અહિંયા મકાન આવેલું છે, મકાન માલિક વિદેશમાં છે. તેમના ઘર બહાર ડોનાલ્ડ ટ્રમ્પની વાહવાહી કરતું પોસ્ટર (Donald Trump Poster) લગાડવામાં આવ્યું છે. અમે મકાનમાં જઇને પુછ્યું તો કેરટેકરે જણાવ્યું કે, મકાન માલિકે આ પોસ્ટર લગાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અવાર નવાર ભારત દેશને દબાવવાની વાત કરે છે. તેમને રજુઆત કરતા તેમણે બેનર દુર કરવા સહમતિ દર્શાવી હતી. તેમણે જાતે જ બેનર કાઢ્યું હતું, અને નીચે મુક્યું હતું. ત્યાર બાદ અમે તે બેનરને દુર કરી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ખોટા ખોટા નિવેદનો કરી રહ્યો છે. અમારી માટે દેશ પ્રથમ છે. આવું બેનર બીલકુલ ના ચલાવી લેવાય. આ ઘટના અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો ---- Trump Tarrif Effect: ટ્રમ્પના 50% ટેરિફનો ભારતના સામાન્ય લોકો પર શું અસર થશે?

Tags :
Advertisement

.

×