VADODARA : લાફો મારીને વિદ્યાર્થીના કાનનો પરદો ફાડનાર શિક્ષકને 6 મહિનાની જેલ, રૂ. 1 લાખનો દંડ
- રજા જેવી બાબતે શિક્ષકનો વિદ્યાર્થી પર પિત્તો ગયો હતો
- વિદ્યાર્થીના કાનનો પરદો ના ફાટે ત્યાં સુધી તેને માર મારવામાં આવ્યો
- પાંચ વર્ષ બાદ કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવીને સજાનું એલાન કર્યું છે
VADODARA : 5 વર્ષ પહેલા વડોદરા (VADODARA) શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા ટ્યુશન ક્લાસિસના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને લાફો (TUITION TEACHER SLAP STUDENT) મારવામાં આવ્યો હતો. આ લાફા બાદ વિદ્યાર્થીના કાનનો પરદો તુટી ગયો હતો. આ ઘટનામાં ગોરવા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે અત્રેની કોર્ટમાં સુનવણી (COURT VERDICT) હાથ ધરવામાં આવતા, કોર્ટે શિક્ષકને કસૂરવાર ઠેરવીને તેને રૂ. 1.1 લાખનો દંડ ફટકાર્યો છે. તે પૈકી રૂ. 1 લાખ વિદ્યાર્થીને આપવાનો હુકમ કર્યો છે.
પરદા પર મોટું કાણું પડી ગયું હોવાનું નિદાન થયું
ગોરવા ઉંડેરા રોડ પર આવેલા પૂજેર કોમ્પલેક્ષમાં તત્વમ ક્લાસિસ આવેલા છે. અહિંયા જશબીરસિંહ ચૌહાણ શિક્ષક તરીકે જોડાયેલા હતા. ડિસે. 2020 ના રોડ ધો. 10 નો વિદ્યાર્થી જોડાયો હતો. ક્લાસમાંથી માતાને બોલાવતા તેઓ ટ્યુશને પહોંચ્યા હતા. તેઓ પહોંચે તેવામાં જ તેમના પુત્રને જશબીરસિંહે લાફા માર્યા હતા. આ લાફાના કારણે મહિલાના પુત્રને કાનમાંથી લોહી નીકળ્યું હતું. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેના કાનનો પરદો ફાટી ગયો હોવાનું નિદાન થયું હતું. બાદમાં વડોદરાની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં પણ બાળકના કાનના વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પરદા પર મોટું કાણું પડી ગયું હોવાનું નિદાન થયું હતું. આખરે આ મામલે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ઘટનાની અદાલતે ગંભીર નોંધ લીધી
ઉપરોક્ત મામલે ચાર્જશીટ દાખલ કર્યા બાદ પીડિત પક્ષે વકીલ આર. આઇ. શેખ મારફતે દલીલો કરવામાં આવી હતી. જેમાં જજ દ્વારા આરોપી શિક્ષક જશબીરસિંહને કસૂરવાર ઠેરવીને 6 મહિનાની કેદ સાથે રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીએ 2 દિવસ રજા પાડતા શિક્ષકનો પિત્તો ગયો હતો. અને તેણે વિદ્યાર્થીના કાનનો પરદો ના ફાટી જાય ત્યાં સુધી તેને લાફા મારવાના ચાલુ રાખ્યા હતા. જેની અદાલતે ગંભીર નોંધી લીધી હતી.
આ પણ વાંચો --- VADODARA : વરસાદી કાંસમાં રંગીન પાણી વહેતા અનેક સવાલો, ઉદ્યોગો સામે શંકા


