VADODARA : વાડી વિસ્તારમાં મંદિરના ટ્રસ્ટની જમીનમાં ઘૂસ મારનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી
- વડોદરામાં ટ્રસ્ટની જમીન ખુલ્લી કરાવતા જિલ્લા કલેક્ટર
- દંડકને જાણ થતા તેમણે ગૃહમંત્રીને રજુઆત કરી હતી
- ગૃહમંત્રીના માર્ગદર્શન બાદ ગણતરીના સમયમાં કાર્યવાહી
VADODARA : વડોદરા (VADODARA) ના વાડી વિસ્તારમાં ગણેશજીના મંદિર ટ્રસ્ટની (GANESHJI TEMPLE TRUST LAND ISSUE) જમીનમાં ઘૂસ મારનારાઓ વિરૂદ્ધનો મામલે ધારાસભ્ય બાળુ શુક્લને (MLA BALU SHUKLA) જાણ થતા જ તેમણે રાજ્યના ગૃહમંત્રીને (HOME MINISTER OF GUJARAT) જાણ કરી હતી. ત્યાર બાદ આ મામલે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને જરૂરી સૂચન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગણતરીના સમયમાં આ જમીનમાં નામ ઘૂસાડીને ઘૂસણખોરી કરનારા તત્વોને દુર કરવામાં આવ્યા છે. અને આગામી સમયમાં તેમના વિરૂદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. આ કાર્યવાહીને પગલે સરકારી જમીન પડાવી લેવાનો કારસો કરનારા તત્વોમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે. ઘૂસણખોરો પૈકી કેટલાક મુસ્લિમ હોવાની પ્રબળ લોકચર્ચા છે. જો કે હજી સુધી આ નામો અંગે હજી સુધી સત્તાવાર કોઇ માહિતી આપવામાં આવી નથી.
અહિંયા ઘૂસવાની કોશિષ કરી
વડોદરાના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, વડોદરામાં રાજ્યની સાંસ્કૃતિક રાજધાની છે. આ વિષય વાડી વિસ્તારનો છે. જ્યાંથી ચોતરફ સંસ્કૃતિ ફેલાય છે. સરકારી પડતર જમીન પર, જે તે વખતે ગણપતિ મંદિરને આપવામાં આવી હતી. આજે પણ તે સરકારી જમીન છે, તેમાં સરકારનું જ નામ છે, તબક્કાવાર રીતે, પોતાએ ગણોતિયાએ પોતાનું નામ દાખલ કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ કેટલાક તત્વો દ્વારા અન્યત્રે પોતાની જગ્યા બતાવીને અહિંયા ઘૂસવાની કોશિષ કરી હતી.
સ્થાનિક નેતાઓનું ધ્યાન દોરજો
તેમણે વધુમાં જણાવ્યું કે, આ વિસ્તારના પૂર્વ કાઉન્સિલરના ધ્યાને આ મુદ્દો આવ્યો હતો. જેથી અમે રાજ્યના ગૃહમંત્રી જોડે રૂબરૂ મુલાકાત કરી હતી, અને આખા વિષયની ચકાસણી કર્યા બાદ તેમણે કમિશનર અને કલેક્ટરને માર્ગદર્શન આપ્યું હતું. જેથી ગણતરીના સમયગાળમાં આ કેસ ચલાવીને, બધાના નામો કમી કર્યા છે. આગામી સમયમાં જે લોકોએ ગુનાહિત કૃત્ય કર્યું છે કે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો તમારા વિસ્તારમાં પણ આ પ્રકારે કોઇ ગતીવિધી ચાલતી હોય તો, તો સ્થાનિક નેતાઓનું ધ્યાન દોરજો, તે તમામ જમીનોને ખુલ્લી કરાવવામાં આવશે.
ફાઇનલ પ્લોટીંગનું ક્ષેત્રફળ હજી મળ્યું નથી
સરકારી અધિકારીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આ સર્વે નંબરની જમીન શ્રી. ગણપતિ ટ્રસ્ટના નામે હતી. કલેક્ટરના હુકમથી મંદિરનું નામ હતું. અમે ટ્રસ્ટ વતી ઉપસ્થિત છીએ. માપણી અને કબ્જો મેળવવા માટે. ગઇ કાલે જ અમને હુકમ મળ્યો છે. આ આરટીએસ કેસમાં તકરાર ચાલી હતી, જેમાં જિલ્લા કલેક્ટરે હુકમ કર્યો છે. જમીનની માલિકી અંગેના દાવા કરવામાં આવ્યા હતા. આ વાત અમારા ધ્યાને પરમ દિવસે આવી છે. અગાઉ ગણોતધાસા સંબંધિત પ્રોસીડીંગ ચાલ્યા હતા. આ અંગે અમને કોઇ રજુઆત કરવામાં આવી ન્હતી. અમારા દ્વારા સ્થળો મુલાકાત કરવામાં આવે છે. 3800 વારનો આ પ્લોટ થવા પામે છે. ફાઇનલ પ્લોટીંગનું ક્ષેત્રફળ હજી મળ્યું નથી. 27 સર્વે નંબરનો ઓળખી કાઢીને તેનું ફેન્સીંગ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો ---- VADODARA : ડભોઇમાં SMC ના દરોડા, રૂ. 23.45 લાખનો મુદ્દામાલ જપ્ત, 7 વોન્ટેડ


