Vadodara : મંચ પરથી ગૃહમંત્રીએ સ્વચ્છતાની જે વાત કહી, તેનું પોતે પણ પાલન કર્યું
- આજે વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું
- તિરંગા યાત્રા જોડે સ્વચ્છતાને જોડવાની ગૃહમંત્રીએ જાહેરાત કરી
- રૂટ પર ગૃહમંત્રીના પગ પાસે પ્લાસ્ટીકની બોટલ આવતા તેમણે જાતે દુર કરી
Vadodara : આજે વડોદરા (Vadodara) માં તિરંગા યાત્રા (Tiranga Yatra - 2025) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (Home Minister - Harsh Sanghavi) ની પ્રેરક ઉપસ્થિતીમાં પૂર્ણ થઇ છે. આ તિરંગા યાત્રાને સ્વચ્છતા સાથે જોડીને તમામને ચોખ્ખાઇ (Clealiness - Vadodara) રાખવા માટે જણાવવામાં આવ્યું હતું. ગૃહમંત્રીએ કાર્યક્રમની શરૂઆતમાં આ વાતની જાહેરાત મંચ પરથી કરી હતી. તિરંગા યાત્રા દરમિયાન એક જગ્યાએ ગૃમંત્રીની નજીક પ્લાસ્ટીકની બોટલ જણાતા તેમણે તેને ઉંચકીને રોડની બાજુમાં ઉભેલા શખ્સને નિકાલ કરવા માટે આપી દીધી હતી.. આમ, ગૃહમંત્રીએ મંચ પરથી સ્વચ્છતા અંગે જે કોઇ વાત કહી હતી, તેનું પોતે જ પાલન કરીને ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. જો વડોદરાના નાગરિકો પણ આ જ રીતે સ્વચ્છતા માટે જાગૃત બને તો સ્વચ્છતા ક્રમાંકમાં આગળનું સ્થાન પામવા માટે શહેરને કોઇ રોકી નહીં શકે.
તિરંગો શાનથી લહેરાવીએ
ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister - Harsh Sanghavi) એ મંચ પરથી સંબોધન કરતા કહ્યું હતું કે, આજે વડોદરાવાસીઓ દેશભક્તિના રંગે રંગાયા છે. આ વર્ષે તિરંગા યાત્રાની થીમમાં સ્વચ્છતાને જોડવામાં આવ્યું છે. વડોદરા શહેર સ્વચ્છ શહેર તરીકે ઓળખાય છે, ત્યારે યાત્રા દરમિયાન કોઇ પણ પ્રકારની બોટલ, પડીકા તેને સાચવીને રાખીએ, સાથે જ તિરંગો શાનથી લહેરાવીએ. તેવી આપ સૌને વિનંતી છે. જે બહાદ તિરંગા યાત્રા નીકળી હતી. આ યાત્રા દરમિયાન રસ્તામાં હર્ષભાઇ સંઘવીના પગ તળે પ્લાસ્ટીકની બોટલ આવતા તેમણે ઉંચકીને અન્યને તેને નીકાલ કરવા માટે આપી દીધી હતી.
ઇશારો કરીને ભૂલ કરતા રોકી દીધા
તિરંગા યાત્રા દરમિયાન વડોદરાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ હાથમાં રાખેલો ઝંડો જમીન પર અડવાની તૈયારીમાં હતો. આ અંગે ગૃહમંત્રી (Home Minister - Harsh Sanghavi) નું ધ્યાન જતા તેમણે તુરંત ઇશારો કરીને તેમને ભૂલ કરતા રોકી દીધા હતા. તિરંગા યાત્રામાં વરસાદે ઝરમર ભીંજવ્યા હતા, છતાં પણ એક પણ વ્યક્તિનો ઉત્સાહ ઓછો થયો ન્હતો. તેની જગ્યાએ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રા નીકળી હતી.
આ પણ વાંચો ---- Vadodara : સંસ્કારી નગરી દેશભક્તિમાં ગળાડુબ, ગૃહમંત્રીની ઉપસ્થિતીમાં તિરંગા યાત્રા સંપન્ન


