Vadodara : ટ્રાફિક પોલીસે 108 મોડીફાઇડ સાયલેન્સરની બોલતી બંધ કરી
- શહેર ટ્રાફિક પોલીસે ધ્વનિ પ્રદુષણ વિરૂદ્ધ અભિયાન જારી રાખ્યું
- આજે 108 મોડીફાઇડ સાયલેન્સરો પર સરકારી બુલડોઝર ફર્યું
- રસ્તા પર મોટો અવાજ કરતા વાહનો પર રોક લગાડવાનો પ્રયાસ
Vadodara : વડોદરા શહેર ટ્રાફિક પોલીસની (Vadodara City Traffic Police) પશ્ચિમ શાખા દ્વારા મોડીફાઇ સાઇલેન્સર વાળા ટુવિલર ડીટેઇન (Modified Silancer - Vadodara Police) કરવામાં આવ્યા હતા. જેમાંથી આજે તમામ 108 સાઇલેન્સર પર બુલડોઝર ફેરવીને વિધિસર નાશ (Police Bulldozer) કરવામાં આવ્યો હતો. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે રોડ રસ્તા પર જતા વાહનોમાં ધ્વનિ પ્રદુષણ ડામવા માટે પ્રયત્નો કરવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે મોડીફાઇડ સાયલેન્સલર વાળા વાહનમાંથી તેને કાઢી લેવામાં આવે છે. અને બાદમાં તેનું સરકારી રાહે નિકાલ કરવામાં આવે છે. પોલીસના આ પ્રયત્નોના કારણે રસ્તા પર મોટો અવાજ કરતા, ફટાકડાની જેમ ફૂટવાનો ધડાકો કરતા સાયલેન્સરો પર કાબુ મેળવી શકાયો છે.
લોકો ડરી જતા હતા
વડોદરા શહેરમાં બુલેટ સહિતના બાઈકો ના સાઇલેન્સર મોડીફાઇ કરીને મોટા અવાજ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહન ચાલકો સામે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગે કાર્યવાહી કરતી રહે છે. અગાઉ પણ ટ્રાફિક પોલીસ દ્વારા આવા મોડીફાઇ સાઇલેન્સર વાળા ટુ વ્હીલર કબજે કરીને તમામ સાઇલેન્સર નો નાશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ટુ વ્હીલર ચાલકો હમ નહીં સુધરેંગે તેઓ સૂત્ર અપનાવીને ટુ વ્હીલર પર મોડીફાઇડ સાઇલેન્સર લગાવીને કાયદાનો ભંગ કરતા હતા. મોડીફાઇ સાઇલેન્સર ના કારણે ધ્વનિ પ્રદૂષણ ફેલાતું હતું તેમ જ ઘણા સિનિયર સિટીઝનો ને પણ પાસે આવીને આ મોટા અવાજ વાળા સાઇલેન્સર વાગે તો તેઓ ડરી જતા હતા અને અકસ્માતની ભીતી પણ સર્જાતી હતી.
બુલડોઝર ફેરવી દેવાયું
જેથી વડોદરા શહેર પોલીસના ટ્રાફિક પશ્ચિમ ઝોન દ્વારા આવા 108 જેટલા મોડીફાઇ સાઇલેન્સર ધરાવતા ટુ વ્હીલર ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી ચાલતી સાઇલેન્સર વિરોધી કાર્યવાહીના પગલે 108 જેટલા ટુ વ્હીલર માંથી મોડીફાઇ સાઇલેન્સર કબજે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે પશ્ચિમ શાખાની ટ્રાફિક કચેરી ખાતે નામદાર કોર્ટ દ્વારા મળેલી મંજૂરી આધારે 108 મોડીફાઈડ સાયલન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો ----- Vadodara : મહિલાઓએ ગૌ છાણમાંથી બનાવેલા દીવા કાશી ઘાટે પ્રજ્વલિત થશે


