Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : વાઘોડિયામાં રેલવે સ્ટેશનની ઓરડીમાં ઠંડી બિયર, ઓનલાઇન પેમેન્ટની વ્યવસ્થા! Video વાઇરલ

વાઘોડિયામાં ખુલ્લેઆમ બેરોકટોક રેલવે સ્ટેશનની એક ઓરડીમાં દારૂનો અડ્ડો ધમધમતો હોવાના દાવા સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
vadodara   વાઘોડિયામાં રેલવે સ્ટેશનની ઓરડીમાં ઠંડી બિયર  ઓનલાઇન પેમેન્ટની વ્યવસ્થા  video વાઇરલ
Advertisement
  1. રાજ્યમાં દારૂબંધીનાં ધજાગરા ઉડાડતા દ્રશ્યો Vadodara આવ્યા સામે
  2. વાઘોડિયામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો વાઇરલ
  3. રેલવે સ્ટેશનની ઓરડીમાં દારૂનો અડ્ડો ચાલતો હોવાનો દાવો કરાયો
  4. ઠંડી બિયર સાથે વિદેશી દારૂ, ઓનલાઇન પેમેન્ટની સુવિધા પણ
  5. પોલીસની કામગીરી સામે અનેક સવાલ, યોગ્ય તપાસની લોકમાંગ

Vadodara : રાજ્યમાં દારૂબંધી કાયદાનાં ધજાગરા ઉડાડતી વધુ એક ઘટના સામે આવી છે. વડોદરાનાં વાઘોડિયામાં (Waghodia) પોલીસની કામગીરી સામે ફરી એકવાર સવાલ ઊભા થયા છે. વાઘોડિયામાં ખુલ્લેઆમ બેરોકટોક રેલવે સ્ટેશનની એક ઓરડીમાં દારૂનો અડ્ડો ધમધમતો હોવાના દાવા સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયો (Viral Video) સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ તંત્ર સવાલોના ઘેરામાં આવી ગયું છે.

આ પણ વાંચો - સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જીવલેણ ત્વચા રોગથી પીડાતી 35 વર્ષિય મહિલાનો બચાવ્યો જીવ

Advertisement

વાઘોડિયામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો વાઇરલ

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે જેમાં ખુલ્લેખામ દારૂનો અડ્ડો ચાલતો હોવાનાં દ્રશ્ય નજરે પડે છે. આ વાઇરલ વીડિયો વડોદરાનાં (Vadodara) વાઘોડિયા વિસ્તારમાં રેલવે સ્ટેશનની ઓરડીનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે, ઓરડીમાં ખુલ્લેઆમ પોલીસનાં કોઈ પણ ડર વિના બેરોકટોક વિદેશી દારૂનો વેપલો ચાલે છે. બુટલેગરો જે માગો એ બ્રાન્ડનો દારૂ વેચી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - અંબાજી ખાતે યોજાઇ ભાદરવી મહાકુંભ 2025 સેવા કેમ્પોના પ્રતિનિધિઓની જાહેર મીટીંગ

વિદેશી દારૂ, ઓનલાઇન પેમેન્ટની સુવિધા

વીડિયોમાં દેખાય છે કે બુટલેગરો ઠંડી બિયર સાથે વિદેશી દારૂ અને ઓનલાઇન પેમેન્ટની વ્યવસ્થા પણ આપે છે. ઓરડીનો વીડિયો વાઇરલ થતાં સ્થાનિક પોલીસ તંત્રની (Vadodara Police) કામગીરી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું રેલવે પોલીસની દેખરેખ હેઠળ ઓરડીમાં દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે ? રેલવે પોલીસ હપ્તાખોરીને બદલે બુટલેગરોને છાવરી રહી છે ? રેલવે પોલીસની નાક નીચે દારૂનો અડ્ડો ચાલતો હોય અને ખબર ન હોય એવું કેરી રીતે બને ? આ મામલે લોકોએ નિષ્પક્ષ તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માગ ઉચ્ચારી છે.

આ પણ વાંચો - Gujarat News: GCMMFના નવા ચેરમેન બન્યા અશોક ચૌધરી, વાઈસ ચેરમેન પદે ગોરધન ધામેલિયાની નિયુક્તિ

Tags :
Advertisement

.

×