VADODARA : શહેરના તમામ વોર્ડમાં તરાપા પહોંચ્યા, વિશ્વામિત્રી પ્રોજેક્ટની 'સફળતા' સામે સવાલ
- વડોદરામાં પાલિકા દ્વારા કરાયેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટ સામે સવાલો ઉઠ્યા
- પૂરની સંભાવનાઓ ટાળવા વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ કરાયો, છતાં તરાપા વસાવ્યા
- સામાજીક કાર્યકરે લોકોને જાગૃત રહેવા માટે અપીલ કરી છે
VADODARA : વડોદરા (VADODARA) માં ગત વર્ષના ભયાનક પુર (FLOOD - 2025) બાદ સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ (VISHWAMITRI RIVER) શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ પૂર્ણ થયે શહેરમાં પૂરની શક્યતાઓમાં ઘટાડો થાય તેવો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, આ પ્રોજેક્ટની સફળતા સામે હવે સવાલ ઉઠે તેવી ઘટના સામે આવી છે. અત્યાર સુધીમાં શહેરના તમામ વોર્ડમાં તરાપાઓ પહોંચાડી દેવામાં આવ્યા છે. વરસાદમાં પાણી ભરાય ત્યારે લોકોની મદદ માટે આ તરાપાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ તરાપાની વ્યવસ્થા જોતા વિશ્વામિત્રી પ્રોજેક્ટની સફળતા સામે સવાલો ઉઠવા પામ્યા છે. જો કે, આ વર્ષે વડોદરામાં પૂર ના આવે તેવું પ્રત્યેક શહેરવાસીઓ સાથે જ અધિકારીઓ ઇચ્છી રહ્યા છે.
લાઇટ અને પીવાના પાણી વગર દિવસો સુધી ટળવળ્યા
સમગ્ર મામલે સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું કે, વડોદરા શહેરમાં ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું. ઘરમાં પાણી વચ્ચે, લોકો વગર લાઇટ અને પીવાના પાણી વગર દિવસો સુધી ટળવળ્યા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરોડો રુપિયા ખર્ચીને વિશ્વામિત્રી નદીને મોટી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રજુઆત ટીમ વડોદરાના નેજા હેઠળ કરવામાં આવી છે. હાલમાં તમામ વોર્ડમાં તરાપાની ફાળવણી કરી દેવામાં આવી છે.
હવે જનતાએ જાગૃત રહેવું પડશે
તેમણે વધુમાં જણાવ્યું કે, અધિકારીઓને ક્યાંક ડર છે, કે શહેરમાં ફરી વખત પૂર આવશે. જેના કારણે વોર્ડ દીઠ 20 થી વધુ તરાપા ફાળવી દેવામાં આવ્યા છે. પાલિકાના અધિકારીઓ જો કરોડો રુપિયા ખર્ચ્યા બાદ પણ તરાપા વસાવતા હોય તો, શંકા ઉપજાવે તેવું છે. અધિકારીઓએ વિશ્વામિત્રી નદીના કિનારે ગેરકાયદેસર દબાણો યોગ્ય રીતે દુર કર્યા નથી, વિશ્વામિત્રી નદીને માત્ર પહોળી કરવામાં આવી છે, તેને ઉંડી કરવામાં આવી નથી. આ તરાપાને જોઇને અમને એવું લાગી રહ્યું છે કે, હવે જનતાએ તૈયાર રહેવું પડશે. ગુજરાતભરમાં હવે વરસાદી માહોલ છે. હવે જનતાએ જાગૃત રહેવું પડશે. પાલિકાના સત્તાધીશોને કહેવું છે કે, ગત વર્ષે પૂરમાં લોકોના મોત નીપજ્યા હતા, તે ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવું પડશે.
આ પણ વાંચો ---- VADODARA : UGC-NET ની પરીક્ષામાં 5 મિનિટ મોડા પડતા નો એન્ટ્રી, ખાડા-ટ્રાફિક જામ જવાબદાર


