Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ગેરરીતિ મામલે મોરચો, બોટ-જેકેટ સાથે રજુઆત

VADODARA : પ્રોજેક્ટની કામગીરીમાં ખામી, ઉણપ અને ભ્રષ્ટાચાર દેખાતા અને તેના જ કારણોસર વડોદરામાં ફરી પૂર આવવાની પૂરેપૂરી સંભાવના છે
vadodara   વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ગેરરીતિ મામલે મોરચો  બોટ જેકેટ સાથે રજુઆત
Advertisement
  • વડોદરામાં પૂર નિવારણ માટેના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ
  • આજે સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટરને આવેદન આપવા પહોંચ્યા
  • પાલિકા અને સિંચાઇ વિભાગ બંને દ્વારા ગોબાચારી આચરવામાં આવી હોવાનો આરોપ

VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) માં ગત વર્ષે ભયાનક પૂર આવ્યું હતું. ત્યાર બાદ વડોદરામાં પૂર નિવારણ માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ (VISHWAMITRI PROJECT) શરૂ કરવામાં આવ્યો છે. જેની કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ કામગીરીમાં પાલિકા (VADODARA - VMC) અને સિંચાઇ વિભાગ (GUJARAT GOVT - IRRIGATION DEPARTMENT) બંને દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. આજે સ્વેજલ વ્યાસ સહિતના સામાજિક કાર્યકરોએ મોચરો કાઢીને જિલ્લા કલેક્ટરને (VADODARA COLLECTOR) રજુઆત કરી છે. સામાજિક કાર્યકરો બોટ અને લાઇફ જેકેટ લઇને જિલ્લા કલેક્ટર કચેરી પહોંચતા જ લોકોમાં ઉત્સુકતા વ્યાપી ગઇ હતી. કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પહેલાથી જ મોટી સંખ્યામાં પોલીસ જવાનોને ત્યાં બંદોબસ્તમાં મુકી દેવામાં આવ્યા હતા.

લાઇફ જેકેટ અને બોટ લઇને રજુઆત કરવા

વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ધાંધલીના આરોપસર તંત્ર સામે મોરચો ખોલનાર સ્વેજલ વ્યાસે મીડિયાને જણાવ્યું કે, વિશ્વામિત્રી પ્રોજેક્ટ જ્યારથી શરૂ થયો છે, ત્યારથી અમારી નજર હતી. સરકારે કરોડો રૂપિયા આપ્યા છે. તે કામગીરીમાં ખામી, ઉણપ અને ભ્રષ્ટાચાર દેખાતા અને તેના જ કારણોસર વડોદરામાં ફરી પૂર આવવાની પૂરેપૂરી સંભાવના છે. જેથી અમે લાઇફ જેકેટ અને બોટ લઇને રજુઆત કરવા માટે કલેક્ટરને રજુઆત કરવા માટે આવ્યા છે. રૂ. 75 કરોડ 24 કિમીમાં પાલિકાએ કામ કર્યું છે. તે 24 કિમીમાં સિંચાઇ વિભાગ દ્વારા રૂ. 25 કરોડમાં કામ કરે છે. આ રૂ. 50 કરોડને તફાવત ક્યાંથી આવ્યો.

Advertisement

...તો પાણી આગળ જવાનું નથી

વધુમાં સ્વેજલ વ્યાસે જણાવ્યું કે, તદઉપરાંત સિંચાઇ વિભાગ સફાઇ કરે છે. તે 86 ડમ્પરથી કરે છે. અને પાલિકાની કામગીરી 60 ડમ્પરથી કરવામાં આવી છે. તો આટલા ઓછા સાધનોનો તફાવત કેમ આવે છે. બંનેના કિમી તો સરખા જ છે. પાલિકા અબજો રૂપિયા ખર્ચીને કાર્ય કરે, પરંતુ જો સિંચાઇ વિભાગ કામ નહીં કરે તો પાણી આગળ જવાનું નથી. મોટા ભાગના કામમાં ગેરરીતિ સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને પાલિકા દ્વારા પૈસાની ગેરરીતિ કરવામાં આવી છે. બંને જગ્યાએ અધિકારીઓની મીલીભગતના કારણે જ વડોદરામાં પૂર આવવાનું છે.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : સર સયાજીરાવ ગાયકવાડ પ્રેરિત સંસ્થા 115 માં વર્ષે પણ અડિખમ

Tags :
Advertisement

.

×