VADODARA : વિશ્વામિત્રી નદીને અવરોધરૂપ બુલેટ ટ્રેનના એપ્રોચ રોડ દુર કરાયા
- વિશ્વામિત્રી નદી પર બુલેટ ટ્રેનની કામગીરી માટેના દબાણોનો ચોમાસા પૂર્વે નિકાલ
- તાજેતરમાં હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા નિમેલી કમિટીએ અહેવાલ માંગ્યો હતો
- 9 સ્થળોએથી એપ્રોચ રોડ હટાવી દેવામાં આવ્યા
VADODARA : વડોદરા (VADODARA) માં પૂરની સ્થિતી ટાળવા માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ (VISHWAMITRI) હાથ પર લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવેલી કામગીરીમાં બુલેટ ટ્રેનની (BULLET TRAIN) કામગીરી માટે એપ્રોચ રોડ બનાવવામાં આવ્યા હતા. જે નદીના વહેણ માટે અવરોધરૂપ હતા. જો કે, ચોમાસુ બેસે તે પહેલા જ તેને દુર કરી દેવામાં આવ્યા છે. 9 સ્થળોએથી એપ્રોચ રોડ હટાવી દેવામાં આવ્યા છે. જેને પગલે બુલેટ ટ્રેન માટે તૈયાર કરાયેલા માળખા મુશ્કેલી નહીં સર્જે.
કેટલીક જગ્યાઓએ નદી 100 મીટરથી વધુ પહોળી થાય
હાઇસ્પીડ રેલવે કોર્પોરેશન સુત્રોએ જણાવ્યું કે, તાજેતરમાં હ્યુમન રાઇટ્સ કમિશને નિમેલી કમિટીએ રિપોર્ટ આપ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન વડોદરા અને અને તેની આસપાસ વિશ્વામિત્રીને 9 જગ્યાએ ઓળંગે છે. જ્યાં પાણીના પ્રવાહની સામાન્ય પહોળાએ 80 મીટર જેટલી છે. ચોમાસામાં બંને તરફ તટની ઓછી ઉંચાઇથી કેટલીક જગ્યાઓએ નદી 100 મીટરથી વધુ પહોળી થાય છે. બુલેટ ટ્રેન માટે વિશ્વામિત્રી નદીના 1.7 કિમી લાંબા માર્ગ માટે 5 મીટરના વ્યાસના 46 ગોળાકાર થાંભલા બનાવવામાં આવ્યા છે. જે નદીને અવરોધરૂપ નથી.
એપ્રોચ રોડના દબાણો દુર કરવામાં આવ્યા
વધુમાં સુત્રોએ જણાવ્યું કે, નદીની આસપાસનો કચરો અને બાંધકામનું માળખું દુર કરી દેવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન નદીનો જળપ્રવાહ અવરોધાય નહીં તે માટે એપ્રોચ રોડના દબાણો દુર કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે પૂર બાદ બુલેટ ટ્રેનના પિલરના કામ માટે નદીમાં મુકેલી પ્લેટના કારણે પાણી અવરોધાયું હોવાની બુમો ઉઠી હતી. જે બાદ પાલિકા કમિશનરે બુલેટ ટ્રેનના અધિકારી જોડે બેઠક દરમિયાન તે વાત નકારી હતી. જો કે, તે બાદ તાજેતરમાં હ્યુમન રાઇટ્સ કમિશને નિમેલી કમિટીએ રિપોર્ટ માંગ્યો હતો. તે બાદ આ કાર્યવાહી સામે આવી છે.
આ પણ વાંચો --- Rain in Ahmedabad : 'મેઘમહેર' બાદ 'મેગા સિટી' ની દયનીય સ્થિતિ! DyMC એ આપ્યું આ નિવેદન