Vadodara : ખુલ્લી ચેમ્બરમાં પડતા બાળકનું મોત, રેસ્ક્યૂ માટે આવેલું ફાયર વાહન પલટી ગયું
- વડોદરાના ગાજરાવાડી પંપીંગ સ્ટેશન પાછ દુર્ઘટના
- ગટરની ખુલ્લી ચેમ્બરમાં ખાબકતા સગીરે જીવ ગુમાવ્યો
- ફાયર બ્રિગેડે મૃતદેહને બહાર કાઢ્યો
- રેસ્ક્યૂ માટે આવેલું ફાયરનું વાહન પલટી ગયું. ચાલકનો બચાવ
Vadodara : વડોદરા (Vadodara) ના ગાજરાવાડી પંપીંગ સ્ટેશન પાછળ આજે બપોરના સગીર બાળકનું ખુલ્લી ગટરની ચેમ્બરમાં (Child Fall In Open Chamber) પડી જવાના કારણે મોત નીપજવાની કરૂણ ઘટના સામે આવી છે. સ્થાનિકોએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, પાલિકા (Vadodara - Vmc) દ્વારા અહિંયા ડંપીંગ યાર્ડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ અમે વિરોધ કરતા તે માંડી વાળ્યું છે. પરંતુ પાલિકાએ ખોડેલા નાના-મોટા ખાડા પૂર્યા નથી. જેના કારણે આજે આ ઘટના સર્જાઇ છે. આ વાત માટે જવાબદાર પાલિકા તંત્ર છે.
16 વર્ષિય બાળકનું પડી જવાથી મોત
વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં આવેલી પંપીંગ સ્ટેશન પાછળની ખુલ્લી જગ્યામાં આજે દુર્ઘટના સામે આવી છે. આ જગ્યામાં ખુલ્લી ગટરની ચેમ્બરમાં 16 વર્ષિય બાળકનું પડી (Child Fall In Open Chamber) જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. સાથે જ પાલિકા તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ જગ્યાની માલિકી પાલિકા તંત્રની હોવાનું સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું છે.
તેઓ આ સમસ્યાનો કોઇ ઉકેલ લાવતા નથી
સ્થાનિકોએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, તે ફેરી કરીને આવ્યો હતો. અને વાયર બાળવા માટે આવ્યો હતો. આ પ્રકારના કિસ્સાઓ અગાઉ બે વખત પણ સામે આવી ચુક્યા છે. પાલિકા દ્વારા ચેમ્બરોને (Open Drainage Chamber - Vmc) ખુલ્લી મુકી રાખવામાં આવી છે. જેના કારણે આ ઘટનાઓ સર્જાઇ રહી છે. કાલે બીજા કોઇનો વારો આવી શકે છે. તેઓ આ સમસ્યાનો કોઇ ઉકેલ લાવતા નથી. અગાઉ આ સ્થળે આગ લાગવાની ઘટના સામે આવી હતી. સાથે જ આ સાઇટને યોગ્ય રીતે બંધ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ભેખડ જોડે મારું વાહન ઘસીને પલટી ગયું
આ તકે બચાવ કાર્ય માટે આવેલી ફાયર વિભાગનું વાહન પલટી ગયું હતું. સમગ્ર ઘટનાક્રમને લઇને ફાયર ટેન્ડરના ચાલકે મીડિયાએ જણાવ્યું કે, અમને રેસ્ક્યૂનો કોલ મળ્યો હતો. જેથી અમે અહિંયા દોડીને આવ્યા હતા. અને રસ્સી અને લાકડી મુકવા આવ્યા, ત્યારે ભેખડ જોડે મારું વાહન ઘસીને પલટી ગયું હતું. અમારી ગાડી નમી પડી છે. આ ઘટનામાં મારો બચાવ થયો છે.
આ પણ વાંચો ---- LIQUOR SCAM : વડોદરામાં દારૂ ભરેલુ કન્ટેનર પકડાયા બાદ કારની શંકાસ્પદ હિલચાલ, વાયરલ વીડિયોમાં પોલ ખુલી


