VADODARA : વિક્રેતાએ ખોરાકની બનાવટમાં વપરાતા તેલ અને સ્પ્રેડરનું બોર્ડ લગાવવું પડશે
- વડોદરા પાલિકા દ્વારા ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવા સૂચન
- અખબારી યાદીમાં ખાદ્ય પદાર્થની બનાવટમાં ઉપયોગી તેલ અને સ્પ્રેડરની માહિતી મુકવા જણાવ્યું
- આમ કરવાથી લોકોને ખાદ્ય પદાર્થો વિશે વધુ માહિતી મળી રહેશે
VADODARA : વડોદરા પાલિકાના (VADODARA - VMC) ખોરાક વિભાગ (FOOD DEPARTMENT) દ્વારા અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર, હોટલ-રેસ્ટોરેન્ટ સંચાલકો દ્વારા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ - 2006 અન્વયે ખાદ્ય પદાર્થોની બનાવટમાં ઉપયોગમાં લેવાયેલ કુકીંગ માધ્ય જેમ કે, પામોલીન, કપાસિયાતેલ, સિંગતેલ અંગેનું બોર્ડ સ્પષ્ટ શબ્દોમાં વંચાય તે રીતે મારવું પડશે. આ સાથે જ ખોરાક પર લગાડવામાં આવેલા સ્પ્રેડરની માહિતી પણ વંચાય તે રીતે જણાવવાની રહેશે. આમ થવાથી લોકોને આસાનીથી વાંચીને ખોરાકની ગુણવત્તાનો અંદાજો લગાવી શકશે. આ સાથે જ તાજેતરમાં પાલિકા દ્વારા વિવિધ એકમોમાં મળીને 337 નમુનાનું સ્થળ પર જ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે
વડોદરાવાસીઓની સુખાકારી માટે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં વિવિધ ટીમો દ્વારા અલકાપુરી, સંગન, પંચશીલ કોમ્પલેક્ષ, ફતેપુરા ચાર રસ્તા, ન્યુ સમા રોડ, ખોડીયાર નગર, બદામડીબાગ, માણેજા, ઉમા ચાર રસ્તા, ગેંડા સર્કલ જેવા વિસ્તારોમાં 144 ખાણી-પીણીની લારીઓ, 10 - દુકાનો, 24 - ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લીશમેન્ટ પર આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 110 લિટર પાણીપુરીનું પાણી, 70 કિલો અખાદ્ય બટાકા, ચણા, કાપેલા શાકભાજી અને સિન્થેટીક કલરનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
337 નમુનાઓનું સ્થળ પર જ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
આ સાથે જ ટીમો દ્વારા ન્યાય મંદિર, સુશેન ચાર રસ્તા. બદામડી બાગ, તરસાલી બાયપાસ, ગોત્રીમાં વિવિધ લારીઓમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન ફૂડ તથા તેની બનાવટના વિવિધ 337 નમુનાઓનું સ્થળ પર જ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે જ પીટીસી મશીન દ્વારા 19 સ્થળોએ તેલની ઘનતા માપવામાં આવી હતી.
બોર્ડ સ્પષ્ટ શબ્દોમાં વંચાય તે રીતે મારવું પડશે
આ સાથે જ પાલિકા તંત્ર દ્વારા હોટલ-રેસ્ટોરેન્ટ સંચાલકો દ્વારા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ - 2006 અન્વયે ખાદ્ય પદાર્થોની બનાવટમાં ઉપયોગમાં લેવાયેલુ કુકીંગ માધ્ય જેમ કે, પામોલીન, કપાસિયાતેલ, સિંગતેલ અંગેનું બોર્ડ સ્પષ્ટ શબ્દોમાં વંચાય તે રીતે મારવું પડશે. આ સાથે જ ખોરાક પર લગાડવામાં આવેલા સ્પ્રેડર ઘી-બટર, ચીઝ તથા અન્યની માહિતી પણ વિગતવાર વંચાય તે રીતે બોર્ડ મારીને જણાવવાની રહેશે.
આ પણ વાંચો --- VADODARA : જિલ્લામાં ખાનગી છોડીને સરકારી શાળામાં શિક્ષણ મેળવવાનો ટ્રેન્ડ વધ્યો


