VADODARA : પાલિકાનો દબાણ હટાવવાનો એક્શન પ્લાન ફરતો થયો, દબાણખોરો સતર્ક
- વડોદરા પાલિકા દ્વારા દબાણ હટાવવાનો એક્શન પ્લાન પથારાવાળા સુધી પહોંચી ગયો
- પાલિકાની કામગીરી નિષ્ફળ બનાવવાનો કારસો કોઇ અંદરનાએ જ ઘડ્યાનું અનુમાન
- કાળા બજારીમાં આ માહિતી લોકો સુધી પહોંચાડવાની કિંમત રૂ. 5 હજાર વસુલાઇ હોવાની પ્રબળ લોકચર્ચા
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) દ્વારા વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની (ENCROACHMENT REMOVAL) કામગીરી અંગેનો એક્શન પ્લાન બનાવવામાં આવતો હોય છે. આ પ્લાન અનુસાર પાલિકાની ટીમો નિયમીત રીતે દબાણો હટાવવાની કામગીરી કરતી હોય છે. તાજેતરમાં વડોદરા પાલિકા દ્વારા બનાવાયેલો 70 દિવસનો એક્શન પ્લાન ફરતો થતા (ACTION PLAN LEAK) પથારાવાળા સુધી પહોંચ્યો છે. જેને પગલે દબાણખોરો સતર્ક બન્યા છે. વડોદરા પાલિકાની દબાણ શાખાનું અંતરિક તંત્ર એટલું નબળું છે કે, તેઓ જાણકારી પોતાના પુરતી જાણકારી સાચવી પણ નથી શકતા.
થોડાક સમયમાં જ પરિસ્થિતી જૈસે થે તેવી થઇ જાય છે
વડોદરામાંમાં રોડ સાઇડ અથવા તો ગેરકાયદેસર દબાણોના ત્રાસની બુમો ઉઠતી રહે છે. પાલિકા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવ્યા બાદ પણ લોકો સુધરવાનું નામ નથી લેતા. દબાણો દુર કર્યાના થોડાક સમયમાં જ પરિસ્થિતી જૈસે થે તેવી થઇ જાય છે. જો કે, પાલિકા દ્વારા દબાણો હટાવવાનું કાર્ય ચાલતું જ રહે છે. પાલિકા દ્વારા ત્રણ મહિનાનું આગોતરૂં આયોજન કરવામાં આવતું હોય છે. જો કે, આ વખતે પાલિકાનું આ એક્શન પ્લાન ફરતો થયો હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.
કેવી રીતે પહોંચ્યો તેનો અંદજો નથી
સુત્રોએ જણાવ્યું કે, આ એક્શન પ્લાન ખરેખર તો ખાનગી રાખવાનો હોય છે. પરંતુ તેની જગ્યાએ તે પથારાવાળા સહિતના દબાણકર્તાઓ સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ એક્શન પ્લાનમાં દબાણ ગટાવવાની જગ્યા, સમય, દિવસ સહિતની રૂપરેખા આપવામાં આવી છે. સાથે જ આ યાદી પર પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના સિક્કા પણ મારવામાં આવ્યા છે. જેના કારણે પાલિકાની દબાણ શાખાની ટીમોને દરોડા દરમિયાન નિર્ધારિત સફળતા ના મળે તે વાત નકારી શકાય તેમ નથી. આ અંગે દબાણશાખાના અધિકારીએ મીડિયાને કહ્યું કે, આ કાર્યક્રમ ગલ્લા-લારી ધારકો સુધી કેવી રીતે પહોંચ્યો તેનો અંદજો નથી. પાલિકા તેના આયોજન અનુસાર દબાણ હટાવવાનું ચાલુ રાખશે. સુત્રોએ જણાવ્યું કે, આ યાદી માટે દલાલો રૂ. 5 હજાર સુધી વસુલતા હોવાની પ્રબળ લોકચર્ચા છે.
આ પણ વાંચો ---- Bharuch : મનરેગા કૌભાંડમાં હીરા જોટવાની કરાઈ ધરપકડ, 50થી વધુ લોકોના નિવેદન લેવાયા


