Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : ફાયર વિભાગના ખરીદી કૌભાંડમાં તપાસ માટે ACB એ સરકારની મંજૂરી માંગી

Vadodara : તત્કાલિન ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ અને એચઓડી ડો. દેવેશ પટેલને સસ્પેન્ડ કરી દેવાયા છે
vadodara   ફાયર વિભાગના ખરીદી કૌભાંડમાં તપાસ માટે acb એ સરકારની મંજૂરી માંગી
Advertisement
  • વડોદરા પાલિકામાં ફાયર વિભાગનું ખરીદી કૌભાંડ ભારે ગાજ્યું
  • ફાયર વિભાગે 10 ગણાથી વધુ કિંમતે રકમ ચૂકવીને સામાનની ખરીદી કરી
  • કમિશનર દ્વારા સોંપાયેલી તપાસમાં અધિકારીઓ કસુરવાર ઠરતા કાર્યવાહી
  • હવે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ માટેની મંજૂરી માંગવામાં આવી છે

Vadodara : વડોદરા પાલિકા (Vadodara - VMC) ના ફાયર વિભાગ દ્વારા તાજેતરમાં સિસોટીથી લઇને ઇમરજન્સી લાઇટ સુધી વિવિધ સાધનોની ખરીદી કરવામાં આવી (Fire Department Purchase Scam - Vadodara) હતી. આ ખરીદીમાં તમામ વસ્તુઓમાં 10 ગણાથી વધુ ભાવો ચૂકવવામાં આવ્યા હતા. રૂ. 3.17 કરોડની સાધનોની ખરીદીનું કૌભાંડ (Fire Department Purchase Scam - Vadodara) સપાટી પર આવતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તત્કાલિન ચીફ ફાયર ઓફિસર, ડે. ચીફ ફાયર ઓફિસર અને એચઓડીનો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ અર્થે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સરકાર પાસેથી મંજુરી માંગવામાં (ACB Ask For Investigation) આવી છે. એસીબી દ્વારા તાજેતરના સમયમાં સર્જાયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ અધિકારીઓ વિરૂદ્ધ તપાસ કરવામાં આવી રહી છે.

હજી પણ ત્રણેય વિરૂદ્ધ ખાતાકિય તપાસ ચાલી રહી છે

વડોદરામાં ચોમાસામાં પાણી ભરાવવાની સ્થિતીના સમયે પહોંચી વળવા માટે પાલિકા દ્વારા સિસોટીથી લઇને ઇમરજન્સી લાઇટ સુધીમાં અનેક વસ્તુઓ ખરીદવામાં આવી હતી. આ ખરીદીમાં તમામ વસ્તુઓનો 10 ગણાથી વધારે ભાવની ચૂકવણી કરવામાં આવી હોવાનું સામે આવતા (Fire Department Purchase Scam - Vadodara), તત્કાલિન ત્રણ અધિકારી ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ અને એચઓડી ડો. દેવેશ પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ કૌભાંડ સપાટી પર આવતાની સાથે કમિશનર દ્વારા ખાતાકીય તપાસ સોંપવામાં આવી હતી. જેમાં ત્રણ કસુરવાર ઠરતા તેમના વિરૂદ્ધમાં આકરા પગલાં લેવામાં આવ્યા હતા. હજી પણ ત્રણેય વિરૂદ્ધ ખાતાકિય તપાસ ચાલી રહી છે, તે દરમિયાન એન્ટી કરપ્શન બ્યુરો એક્શનમાં આવ્યું છે.

Advertisement

.........તો અનેકના ચહેરા બેનકાબ થઇ શકે છે

સુત્રોના જણાવ્યા અનુસાર, ફાયર કૌભાંડને લઇને એન્ટી કરપ્શન બ્યુરોમાં થયેલી બે અરજીઓને વડી કચેરી દ્વારા ધ્યાનમાં લેવામાં આવી છે. જેના આધારે એસીબી દ્વારા સરકારી અધિકારીઓ વિરૂદ્ધ તપાસ કરવા માટે સરકાર પાસેથી મંજુરી માંગી છે. આ કાર્યવાહીના પગલે અનેક નેતાઓમાં બેચેની વધી ગઇ છે. જો અધિકારીઓ પર એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ બેસે (Fire Department Purchase Scam - Vadodara) તો અનેકના ચહેરા બેનકાબ થઇ શકે છે.

Advertisement

આ પણ વાંચો ----- Vadodara : સ્મશાનનો વહીવટ ખાનગી સંસ્થાને સોંપ્યા બાદ પણ પ્રજાને લોહીઉકાળા

Tags :
Advertisement

.

×