VADODARA : બ્લિન્કઈટ, વાડીલાલ, સંતુષ્ટી શેક, લક્ષ્મીનારાયણ ક્લબ સહિત 21 સ્થળોના ફૂડ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ પુરવાર
- વડોદરા પાલિકાની ખોરાક શાખા દ્વારા કાર્યવાહી
- લેબ ટેસ્ટ બાદ રિપોર્ટ સામે આવતા મોટા નામો ઉઘાડા પડ્યા
- પાલિકા દ્વારા લોકોના આરોગ્યને ધ્યાને રાખીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) દ્વારા નાગરિકોના આરોગ્યને ધ્યાને રાખીને સમયાંતરે અલગ અલગ જગ્યાઓ પર ચેકીંગની કાર્યવાહી કરવામાં આવે છે. આ ચેકીંગ દરમિયાન લેવામાં આવેલા નમુનાઓને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. તાજેતરમાં ચેક કરવામાં આવેલા નમુનાના પરિણામો સામે આવ્યા છે. જેમાં અનેક જાણીતા ફૂડ જોઇન્ટના નમુના સબ સ્ટાન્ડર્ડ મળી આવ્યા છે. જે ચિંતાજનક બાબત છે.
પરિણામો આજે સામે આવ્યા છે
વડોદરા પાલિકાની ખોરાક શાખા દ્વારા લોકોના આરોગ્યને ધ્યાને રાખીને તપાસ કરવામાં આવતી હોય છે. જે જગ્યાઓ પર જરૂરી જણાય ત્યાં ખાદ્ય પદાર્થના નમુના મેળવીને તેને વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. તાજેતરમાં પાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આઇસક્રીમ, ચટણી, પનીર, પ્રિપેડ ફૂડ, તેલ, ફ્રોઝન ડેઝર્ડટના મનુના લેવામાં આવ્યા હતા. જેના પરિણામો આજે સામે આવ્યા છે. પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના અંતે 21 નમુનાઓને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બ્લિન્કઇટ, વાડીલાલ આઇસક્રિમ, સંતુષ્ટી શેક, લક્ષ્મીનારાયણ ક્લબ સહિત અનેક નામાંકિત ફૂડ જોઇન્ટ્સનો સમાવેશ થાય છે.
વાંચો પાલિકા દ્વારા જારી કરવામાં આવેલી યાદી વિગતવાર -
આ પણ વાંચો ---- VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ગેરરીતિ મામલે મોરચો, બોટ-જેકેટ સાથે રજુઆત


