VADODARA : કચરાનો જાહેરમાં નિકાલ કરનારની 'કુટેવ' પાલિકા ઉજાગર કરશે
- વડોદરા પાલિકા દ્વારા કચરાખોરોનો ડામવા માટે નવતર પ્રયોગ હાથ ધરાયો
- પાલિકા દ્વારા ડિજીટલ બોર્ડ પર કચરો ફેંકનારની વિગતો જાહેર કરવામાં આવી
- આ પ્રયાસો બાદ લોકો સુધરવાનું નામ લેશે તેવી આશા સેવાઇ રહી છે
VADODARA : વડોદરા (VADODARA) ના સ્વચ્છ બનાવવા માટે માત્ર પાલિકા (VADODARA - VMC) તંત્રના પ્રયાસો પુરતા નથી. તેમાં નાગરિકોએ પણ જોશ અને ઉત્સાહથી જોડાવવું પડશે. પરંતુ કમનસીબે તેવુ્ં નથી થઇ રહ્યું, અને આજે પણ વડોદરાવાસીઓ વાહન પર આવીને કચરાનો આડેધડ નિકાલ (ILLEGAL GARBAGE DUMPING) કરી જાય છે. ત્યારે આ લોકોના આ કુટેવ પાલિકા દ્વારા ઉજાગર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે વડોદરા પાલિકા દ્વારા શહેરભરમાં લગાડવામાં આવેલા ડિજીટલ બોર્ડ પર કચરો ફેંકનારના વાહન સહિતની વિગતો દર્શાવવામાં આવી છે. આમ, કચરાનો મનફાવે તેમ નિકાલ કરનારા તત્વો પર પાલિકાએ લગામ કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો હોવાનું સપાટી પર આવ્યું છે.
વાહન નંબરના આધારે દંડ આપવામાં આવતો હતો
સ્વચ્છતા ક્રમાંકમાં વડોદરાના નંબર આગળ લાવવા માટે પાલિકાનું તંત્ર દિવસ રાત કામગીરી કરી રહ્યું છે. છતાં આ પ્રયાસોમાં નાગરિકોનો જોઇએ તેવો સાથ-સહકાર મળતો નથી. વડોદરાના નાગરિકો મન ફાવે ત્યાં વાહન પર આવીને કચરાનો નિકાલ કરી જાય છે. અને અંતે પાલિકા પર કામગીરી નહીં કરતા હોવાના માછલા ધોવાય છે. ત્યારે નાગરિકોને જવાબદાર બનાવવા માટે પાલિકા તંત્ર દ્વારા અસરકારક રસ્તો અપનાવવામાં આવ્યો છે. જે જગ્યાઓ પર લોકો કચરો નાંખી જાય છે, ત્યાં પાલિકા દ્વારા સીસીટીવી લગાડવામાં આવ્યા છે. અત્યાર સુધી તેમને વાહન નંબરના આધારે દંડ આપવામાં આવતો હતો. હવે તેની સાથે તેમની બેદરકાર બનીને જાહેરમાં કટરો નાંખવાની કુટેવને ઉજાગર કરવામાં આવી રહી છે.
વિગતો ડિજીટલ બોર્ડમાં પ્રસારિત કરવામાં આવી રહી છે
પાલિકા દ્વારા શહેરમાં જાહેરાત માટેના ડિજીટલ બોર્ડ મારવામાં આવ્યા છે. આ બોર્ડમાં હવે કચરો નાંખવાની કુટેવ ધરાવનારના સીસીટીવીના આધારે મેળવેલા વાહન નંબર, કચરો નાંખવાનું સ્થળ સહિતની વિગતો ડિજીટલ બોર્ડમાં પ્રસારિત કરવામાં આવી રહી છે. આમ, કચરાખોરોની ઓળખ આખા શહેર સામે ખુલ્લી પડી રહી છે. પાલિકા દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસોને લોકો સરાહી રહ્યા છે. આ પ્રયાસો બાદ જાહેરમાં કચરો નાંખતા બેદરકાર લોકો સુધરે તેવી આશા સેવાઇ રહી છે.
આ પણ વાંચો ---- VADODARA : જૂની અદાવતે મૂર્તિઓ તોડીને નુકશાન પહોંચાડ્યું, એક ઝબ્બે


