VADODARA : પાલિકાની કચેરીએ પોલીસનો લોખંડી બંદોબસ્ત, વિરોધ પૂર્વે કડક પગલાં લેવાયા
- વડોદરા પાલિકામાં 50 જેટલા પોલીસ જવાનો તૈનાત
- તાળાબંધીની જાહેરાત બાદ સિક્યોરીટી વધારી દેવાઇ
- પાલિકાની સંપત્તિને થતું નુકશાન અટકાવવા માટે આ પગલું ભરાયું
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) ની મુખ્ય કચેરીએ પોલીસનો લોખંડી બંદોબસ્ત (POLICE DEPLOYMENT) જોવા મળી રહ્યો છે. આજે સવારે પાલિકાની કચેરી શરૂ થતાની સાથે જ મોટી સંખ્યામાં PSI, ASI સહિતના પોલીસ જવાનોને પાલિકાની એન્ટ્રીથી લઇને લોબી સુધીમાં ગોઠવી દેવામાં આવ્યા છે. પાલિકાની કચેરીમાં પ્રવેશતા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. તાજેતરમાં સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા પાલિકાની કચેરીની તાળાબંધી કરવાની જાહેરાત કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જેને પગલે પોલીસે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
વર્ષો બાદ પાલિકામાં પોલીસ દ્વારા સજ્જડ કિલ્લેબંધી
વડોદરા પાલિકામાં લોકોના પ્રશ્નોને લઇને સામાજિક કાર્યકરો દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. પરંતુ તેમના પ્રશ્નો સામે સત્તાધીશો દ્વારા કોઇ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. જેને પગલે સામાજિક કાર્યકરોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ વચ્ચે પોલીસ સુધી એક વાયરલ વીડિયો પહોંચ્યો હતો. જેમાં પાલિકાની કચેરીની તાળાબંધી કરવાની વાતનો ઉલ્લેખ હતો. જેને ધ્યાને રાખીને આજે સવારથી જ પાલિકાની કચેરીમાં પોલીસનો ભારે બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. વર્ષો બાદ પાલિકામાં પોલીસ દ્વારા સજ્જડ કિલ્લેબંધી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમારી જુદી જુદી ટીમો અને વિવિધ બ્રાન્ચ કાર્યવાહી કરી રહ્યા છે
ડીસીપી અભય સોનીએ મીડિયાને જણાવ્યું કે, બે ત્રણ દિવસથી અમને વાયરલ વીડિયો મળી રહ્યા છે. જેમાં વિવિધ પ્રકારની રજુઆતો, તાળાબંધી વગેરે જણાઇ આવી છે. આ અંગે આજે અમે પાલિકામાં 50 થી વધુ પોલીસ જવાનો તૈનાત કર્યા છે. પાલિકાના અધિકારીને સાથે રાખીને તેની સુરક્ષાની સમીક્ષા કરી રહ્યા છે. આજે તાળાબંધી જાહેર કરવામાં આવી હતી. કોઇ પણ ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવશે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે અમારી જુદી જુદી ટીમો અને વિવિધ બ્રાન્ચ કાર્યવાહી કરી રહ્યા છે. કાયદેસર રાહે તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલિકાની સંપત્તિને કોઇ પણ પ્રકારે નુકશાન ના પહોંચે તે અમારી પ્રાથમિકતા છે. પોલીસ બંદોબસ્ત વાયરલ વીડિયોને ધ્યાને રાખીને સરકારી મિલકત સાચવવા માટે મુકવામાં આવ્યો છે. તે સિવાય કમિશનર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, પાલિકામાં પોલીસને બંદોબસ્ત રહેશે.
આ પણ વાંચો ---- VADODARA : સિગ્નસ વર્લ્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ દોડ્યા


