VADODARA : રૂપારેલ કાંસ પરના દબાણોનો સફાયો કરતી પાલિકા
- વડોદરા પાલિકા દ્વારા મોડે મોડે કાંસના દબાણો પર કાર્યવાહી કરવામાં આવી
- મહત્વની રૂપારેલ કાંસ પર બનાવાયેલું ગેરકાયદેસર દાબણ દુર કરવાનું શરૂ કરાયું
- સંચાલકે ગેરકાયદેસર જગ્યામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બે માળ ચણી દીધા હતા
VADODARA : વડોદરા (VADODARA) ની અગત્યની ગણાતી રૂપારેલ કાંસ (RUPAREL CHANNEL - VADODARA) પર માર્જિનની જગ્યા પર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બે માળ ચણી દેવામાં આવ્યા હતા. જે સદંતર ગેરકાયદેસર (ILLEGAL CONSTRUCTION) હતું. પાલિકા (VMC - VADODARA) દ્વારા મકાન બાંધનારને નોટીસ ફટકાર્યા બાદ તેના દ્વારા બાંધકામ દુર કરવામાં આવ્યા ન્હતા. આખરે આજે પાલિકાની વિવિધ ટીમો દ્વારા સ્થળ પર પહોંચીને દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કાંસ પર દબાણ સર્જાતા તેની વહન શક્તિ પર તેની વિપરીત અસર પડે છે. જેથી સમયસર પાણીનો નિકાલ થતો નથી, અને અનેક વિસ્તારોમાંથી ભરાયેલા વરસાદના પાણી ઉતરવામાં મોડું થઇ જાય છે.
સંભવિત રીતે કાંસના વહેણને પ્રભાવિત કરી શકે
વડોદરામાં વરસાદી પાણીનું વહન કરતી કાંસ પર દબાણો હોવાનો મુદ્દો ઉઠળતા પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આજરોજ મહત્વની ગણાતી રૂપારેલ કાંસ પર ચણી દેવામાં આવેલા બાંધકામને દુર કરવા માટે પાલિકાની વિવિધ ટીમો પહોંચી હતી. મકાન માલિકે ગેરકાયદેસર રજાચીઠ્ઠી વગર જ ગ્રાઉન્ડ ફ્લોર સાથે બે માળનું બાંધકામ ચણી દીધું હતું. જે સંભવિત રીતે કાંસના વહેણને પ્રભાવિત કરી શકે તેમ હોવાનું જાણવા મળી રહ્યું છે.
એસઆરપીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો
પાલિકાના દબાણ શાખાના કર્મીએ મીડિયાને જણાવ્યું કે, પાલિકાના વહીવટી વોર્ડ નં - 15 માં સમાવિષ્ટ વિસ્તાર આયુર્વેદિક ચાર રસ્તાથી ઉદ્યોગનગર પાસે માર્જિનમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. માર્જિનમાં રજાચીઠ્ઠી વગરનું બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બે માળ ચણી દેવામાં આવ્યા છે. તેને દુર કરવાની કામગીરી ચાલુ છે. ડેપ્યુટી ટીડીઓ, એન્જિનિયર અને સર્વેયર તથા દબાણશાખાની ટીમ કામ કરી રહી છે. સાથે જ એસઆરપીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અગાઉ તેમના વિરૂદ્ધ જીપીએમસી એક્ટ હેઠળ નોટીસ ઇશ્યું કરવામાં આવી હતી. તેમણે દબાણ દુર ના કરતા આજે પાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો --- VADODARA : ભાડું નહીં ચૂવકતા પાલિકાએ શાકમાર્કેટના ઓટલા સીલ માર્યા


