Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળામાં એડમિશન માટે પડાપડી

VADODARA : એડમિશન માટે શિક્ષણ સમિતિના ચેરમેન, દંડક, સાંસદ અને ધારાસભ્યો સહિતના અગ્રણીઓના ભલામણપત્ર મુકવામાં આવે છે
vadodara   નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળામાં એડમિશન માટે પડાપડી
Advertisement
  • સરકારી શાળાનો ખાનગી જેવો સોટ્ટો
  • એડમિશન માટે 274 વિદ્યાર્થીઓ કતારમાં છે
  • ગમે તેની ઓખાણ લાવો, અહિંયા બેઅસર

VADODARA : વડોદરા (VADODARA) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (NAGAR PRATHMIK SIKSHAN SAMITI) દ્વારા કવી દુલા કાગ સરકારી પ્રાથમિક શાળા (KAVI DULA KAAG SCHOOL) ચલાવવામાં આવે છે. આ શાળાનું પરિણામ અને શિક્ષણની ગુણવત્તા જોઇને એડમિશન લેવા માટે પડાપડી થાય છે. આ શાળામાં એકમિશન લેવા માટેના તમામ પ્રયાસો બેઅસર થઇ જાય છે. હાલની સ્થિતીએ શાળાામાં પ્રવેશ માટે 274 વિદ્યાર્થીઓનું વેઇટીંગ લિસ્ટ (ADMISSION WAITING LIST) છે. જેને પહલે આ સરકારી શાળામાં એડમિશન લેવા માટે ભારે ઘસારો રહે છે.

ખાનગી શાળામાં વેઇટીંગ લિસ્ટ સમાન્ય બાબત

રાજ્યમાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અનએ શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઇ છે. ત્યારે વડોદરા પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત કવિ દુલા કાગ સરકારી પ્રાથમિક શાળામાં એડમિશન માટે વેઇટીંગ લિસ્ટ બહાર પાડવું પડ્યું છે. સામાન્ય રીતે શાળામાં પ્રવેશ મામલે ખાનગી શાળાઓમાં આ પ્રકારે વેઇટીંગ લિસ્ટ આપવામાં આવતા હોવાનું આપણે સૌ એ જાણ્યું છે. પરંતુ હવે સમય દબલાયો છે. અને કવિ દુલ કાગ શાળામાં 274 વિદ્યાર્થીઓનું નામ વેઇટીંગ લિસ્ટમાં છે. આ શાળામાં એડમિશન મેળવવા માટે શિક્ષણ સમિતિના ચેરમેન, દંડક, સાંસદ અને ધારાસભ્યો સહિતના અગ્રણીઓના ભલામણપત્ર પણ મુકવામાં આવે છે. છતાં તે બેઅસર સાબિત થઇ રહ્યા છે.

Advertisement

ઓછી ફી સાથે ગુણવત્તા સભર શિક્ષણ

બીજી તરફ નવાયાર્ડમાં આવેલી ચાણક્ય પ્રાથમિક શાળામાં અંગ્રેજી માધ્યમના ત્રણ વર્ગો ચાલે છે. તેમાં એડમિશન મેળવવા માટે 31 વિદ્યાર્થીઓનું વેઇટીંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકારી શાળાઓમાં ઓછી ફી સાથે ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવતા હવે વાલીઓ ખાનગી છોડીને સરકારી શાળા તરફ વધી રહ્યા છે. આ તકે પ્રવેશોત્સવ દરમિયાન કવિ દુલા કાગ શાળામાં વિદ્યાર્થીઓ જોડે 10 જરૂરી મુલ્યવાન પ્રતિજ્ઞાઓ લેવડાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : પાલિકાનો દબાણ હટાવવાનો એક્શન પ્લાન ફરતો થયો, દબાણખોરો સતર્ક

Tags :
Advertisement

.

×