Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : લગ્નના વરઘોડામાં પહોંચી પાલિકા, જાનૈયાઓને રૂ. 2,500 નો ચાંલ્લો ચોંટ્યો

VADODARA : રઘોડામાં આયોજકો દ્વારા ફટાકડા ફોડ્યા હતા, સાથે જ રંગબેરંગી કાગળિયા ઉડાવ્યા હતા. કામ પતી ગયા બાદ આ બધુ કચરો થઇ ગયું
vadodara   લગ્નના વરઘોડામાં પહોંચી પાલિકા  જાનૈયાઓને રૂ  2 500 નો ચાંલ્લો ચોંટ્યો
Advertisement
  • શહેરમાં સ્વચ્છતાને લઇને પાલિકાનું તંત્ર સજાગ
  • લગ્નના વરઘોડા દરમિયાન રોડ પર કચરો થતા તંત્રએ ફટકારી નોટીસ
  • આયોજકોએ દંડ ભરપાઇ કરવાની સાથે પોતાની ભૂલ સ્વિકારી

VADODARA : વડોદરા (VADODARA) માં આજવા રોડ પર લગ્નના વરઘોડામાં પાલિકાની ટીમ પહોંચી હતી. અહિંયા વરઘોડામાં ફટાકડા ફોડીના કાગળિયાઓ છોડતા રોડ પર કચરો થયો હતો. જાહેર રોડ પર કચરો કરવો એ દંડનિય કાર્ય છે. જેથી પાલિકાની ટીમ (VADODARA VMC TEAM) દ્વારા લગ્નના વરઘોડાના આયોજકને ગંદકી કરવા બદલ રૂ. 2,500 નો દંડ ફટકાર્યો છે. આ ઘટનાને પગલે પાલિકાની સ્વચ્છતાને લઇને કડકાઇ સામે આવવા પામી છે. જેની લોકો સરાહના કરી રહ્યા છે.

રંગબેરંગી કાગળિયાઓથી રોડ આખો ઢંકાઇ ગયો

વડોદરાને સ્વચ્છ બનાવવા માટે પાલિકાની ટીમો દિવસ રાત એક કરી રહી છે. પરંતુ ક્યાંક લોકોમાં શિસ્તના અભાવે ધાર્યું પરિણામ મળતું નથી. છતાં પાલિકાના પ્રયત્નોમાં કોઇ ખોટ આવી નથી. તાજેતરમાં આજવા રોડ પર લગ્નપ્રસંગનો વરઘોડો નિકળ્યો હતો. આ વરઘોડામાં આયોજકો દ્વારા ફટાકડા ફોડ્યા હતા, સાથે જ રંગબેરંગી કાગળિયા ઉડાવ્યા હતા. કામ પતી ગયા બાદ આ બધુ કચરા સમાન થઇ ગયું હતું. રંગબેરંગી કાગળિયાઓથી રોડ આખો ઢંકાઇ ગયો હોય તેમ જણાતું હતું.

Advertisement

પાલિકાની કાર્યવાહી બાદ આયોજકે પોતાની ભૂલ સ્વિકારી હતી

જે બાદ પાલિકાના ડે. કમિશનર સુરેશ તુવેર દ્વારા આ અંગે ત્વરિત કાર્યવાહી કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જેમાં વરઘોડામાં પહોંચેલી પાલિકાની ટીમે આયોજકને રૂ. 2,500 નો સ્થળ પર જ દંડ ફટકાર્યો હતો. પાલિકાની કાર્યવાહી બાદ આયોજકે પોતાની ભૂલ સ્વિકારી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, આયોજકો વિરૂદ્ધ જીપીએમસી એક્ટની કલમ 14 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી .

Advertisement

આ પણ વાંચો --- Banaskantha: ભાભરમાં અસામાજિક તત્વોનો આતંક, અસામાજીક તત્વોના આતંકથી સ્થાનિકોમાં રોષ

Tags :
Advertisement

.

×