Vadodara : પોલીસ કોન્સ્ટેબલે રહસ્યમય સંજોગોમાં જીવન ટુંકાવી લેતા ચકચાર
- વડોદરા ગ્રામ્યમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે જીવન ટુંકાવ્યું
- અઠવાડિયાથી તેઓ રજા પર હતા
- આજે બપોરે તેમના પત્ની ઘરે આવતા જ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા
Vadodara : વડોદરા ગ્રામ્યમાં (Vadodara Rural Police) આવતા વાઘોડિયા તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલના (Police Constable Hanged) અપઘાતથી ભારે ચકચાર મચી જવા પામી છે. વાઘોડિયામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા (ઉં. 32) (રહે. અસાર, તા. કવાંટ, જી. છોટાઊદેપુર) વર્ષ 2017 માં પોલીસમાં ભરતી થયા હતા. ત્યાર બાદ પ્રથમ તેમણે પાદરાના ડેસર પોલીસ મથકમાં ફરજ બજાવી હતી. ત્યાર બાદ છેલ્લા બે વર્ષથી તેઓ વાઘોડિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. છેલ્લા એક અઠવાડિયા થી કોન્સ્ટેબલ પ્રકાશભાઇ રાઠવા રજા પર હતા. આજે રણછોડજી પાર્ક સોસાયટીના મકાનમાં પંખાના હુકમાં ઓઢણી વડે ગાળિયો બનાવીને જીવન ટુંકાવી લીધું છે.
આસપાસના પાડોશી અને સોસાયટીના રહીશો દોડી આવ્યા
કોન્સ્ટેબલના પત્ની નર્સ તરીકે ફરજ બજાવે છે. હાલમાં તેઓ ફર્સ્ટ શિપમાં ફરજ બજાવી બપોરે આશરે 2:00 વાગે ઘરે આવતા રૂમનો દરવાજો બંધ હાલતમાં હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. ત્યાર બાદ તેમણે બારીમાંથી જોતા કોન્સ્ટેબલ પતિ ફાંસો ખાધેલી હાલત લટક્તા (Police Constable Hanged) જોતા તેમણે બૂમાબુમ મચાવી હતી. જેને પગલે આસપાસના પાડોશી અને સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા. અને બાદમાં આ અંગે વાઘોડિયા પોલીસની જાણ કરવામાં આવી હતી. વાઘોડિયા પોલીસ મથકના સહકર્મચારીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મૃતદેહને નીચે ઉતારી વધુ કાર્યવાહી અર્થે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
કારણ જાણી શકાયું નથી
ઘટનાના પગલે પોલીસ મથકના સ્ટાફમાં ગમગીની પથરાઈ હતી, લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જો કે પોલીસ કોન્સ્ટેબલે (Police Constable Hanged) કયા કારણોસર જીવન ટુંકાવ્યું છે તે અંગે જાણકારી પ્રાપ્ત થઇ નથી જેથી કોન્સ્ટેબલે ભરેલા પગલાનું રહસ્ય ઘેરું બન્યું છે. પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે તેઓના વતન પરિવારને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, પ્રકાશભાઇ રાઠવા ખૂબ જ મિલનસાર અને હસમુખા સ્વભાવના હતા, તેમણે ભરેલા પગલાં અંગે પોલીસે પરિવારની પૂછપરછ હાથ ધરી છે. માત્ર 32 વર્ષની આયુમાં કોન્સ્ટેબલે આ પ્રકારનુ પગલું કયા કારણસર ભર્યું છે તે અંગેની વાઘોડિયા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો ---- Vadodara : વિજ્ઞાન જાથા વિરૂદ્ધ મોરચો, ઘી નીકળવા મામલે કાર્યવાહી બાદ રોષ


