VADODARA : વાઘોડિયામાં બાઇકને ટક્કર મારીને સીટી બસ કાંસમાં ખાબકી
- સીટી બસ ચાલકની ગફલતે બાઇક ચાલક પરિવાર મુશ્કેલીમાં મુકાયો
- બસ ચાલક વિરૂદ્ધ સ્થાનિકોમાં ભારે રોષમી લાગણી વ્યાપી
- મહિનામાં આ ત્રીજી વખત સીટી બસ દ્વારા અકસ્માતની ઘટના સામે આવી
VADODARA : વડોદરાના વાઘોડિયા (WAGHODIA - VADODARA) માં બેફામ દોડતી વીટકોસ સીટી બસે (VITCOS - CITY BUS ACCIDENT - VADODARA) સંતાન સાથે જતા દંપતિની બાઇકને ટક્કર મારીને કાંસમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાઇક સવાર પરિવારની દિકરીને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત હાલતમાં દિકરીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી છે. આ ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. સ્થાનિકોનું કહેવું છે કે, સીટી બસના ચાલકો બેફામ હાંકે છે, તેઓ વચ્ચે કોઇને જોતા નથી. વિતેલા એક માસમાં આ અકસ્માતની ત્રીજી ઘટના હોવાનો દાવો સ્થાનિક દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યો છે.
તબિતય સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે
વડોદરા શહેર-જિલ્લામાં ફરતી સીટી બસ સેવા અગાઉ અનેક વખત વિવાદોમાં આવી છે. અનેક ઘટનાઓ સામે આવ્યા બાદ પણ તંત્રએ કોઇ બોધપાઠ નહીં લીધો હોવાનું સામે આવ્યું છે. આજે વધુ એક વખત વાઘોડિયામાં બેફામ જતી બસની ટક્કરે બાઇક પર જતો પરિવાર આવ્યો છે. સદ્નસીબે આ ઘટનામાં બાઇક અથવા તો બસમાં સવાર લોકોનો કોઇ ઇજા પહોંચી નથી. બાઇક ચાલકની નાની દિકરીને ઇજા પહોંચતા તેને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી છે. જ્યાં તેણીની તબિતય સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. આમાં બસ અને બાઇક બંને વરસાદી કાંસમાં ખાબકતા એક તબક્કે લોકોના જીવ અદ્ધર થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
સીટી બસ ચાલકે બાઇક ચાલકને પાછળથી અડફેટે લીધો
સ્થાનિકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, વાઘોડિયા રોડ પર સીટી બસ ચાલકો ખુબ બેફામ બનીને ચલાવે છે. મારી રજુઆત છે કે, તેમના લાયસન્સ ચેક કરવામાં આવે, અને બસમાં મુસાફરોને બેસાડવાની ક્ષમતા નક્કી કરવામાં આવે, તે ઉપરાંત તેઓ વધારે પેસેન્જર બેસાડે છે. આ મહિનાની ત્રીજી ઘટના છે, જેમાં સીટી બસ ચાલકે બાઇક ચાલકને પાછળથી અડફેટે લીધો છે. સદ્નસીબે એટલી મોટી ઇજા નથી થઇ, હાલ બાઇક અને સીટી બસ બંને કાંસમાં જઇને ખાબક્યા છે. સાથે જ બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આ લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ. સીટી બસમાં મન ફાવે તેમ પેસેન્જરો બેસાડી દેવામાં આવે છે. રસ્તા પર અન્ય કોઇ વાહનને તેઓ જોતા નથી.
આ પણ વાંચો ---- VADODARA : ઉંદર કરડવાથી ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત


