VADODARA : બ્રિજ દુર્ઘટનામાં લાપતા યુવકનો દેહ ડિકમ્પોઝ થયાનો ભય, 5 બ્રિજ ભારદારી વાહનો માટે બંધ
- વાહનો નિર્માણાધિન પૂલથી નીચે પડ્યા હોવાના બનાવો પણ અન્ય રાજ્યમાં બન્યા છે
- આ દિવાલ અંદર રહેલા વાહનો રેસ્ક્યુની કામગીરીની સાથે જોડાયેલા છે
- લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્રએ પાંચ બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કર્યા
VADODARA : પાદરા તાલુકાના (VADODARA - PADRA) મુજપૂર અને આંકલાવના ગંભીરા વચ્ચે આવેલો પૂલ (GAMBHIRA BRIDGE TRAGEDY) તૂટી પડવાની ઘટનામાં બહારના રાજ્યથી આવતા વાહનો અજાણતા આવી ના ચઢે એ માટે કામચલાઉ દિવાલ બનાવવામાં આવી છે. ખાસ કરીને રાત્રીના સમયે બહારના રાજ્યમાં આવતા વાહનો સ્થાનિક ભૂગોળથી અપરિચીત હોવાથી રોડ મેપની જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરે છે. ભૂતકાળમાં આવી જીપીએસ સિસ્ટમ ઉપયોગ કરવાના કારણે વાહનો નિર્માણાધિન પૂલથી નીચે પડ્યા હોવાના બનાવો પણ અન્ય રાજ્યમાં બન્યા છે. આ બાબતને ધ્યાને રાખી મુજપૂર પૂલ આડે કામચલાઉ દિવાલ બનાવવામાં આવી છે. આ દિવાલ અંદર રહેલા વાહનો રેસ્ક્યુની કામગીરીની સાથે જોડાયેલા છે. કામગીરી પૂર્ણ થશે ત્યારે તેમને બહાર કાઢી લેવાશે.
આ રહ્યા બ્રિજોના નામ
બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર તરફથી લાપતા વિક્રમસિંહ પઢિયારની શોધખોળ કરવામાં આી રહી છે. પરંતુ તેનો મૃતદેહ ડિકમ્પોઝ થઇ ગયો હોવાનો તંત્રને ભય છે. આ સાથે જ નાગરિકોની સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાંચ બ્રિજો પર ભારે વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમાં ગંભીરા બ્રિજ, રંગ અવધૂત બ્રિજ, સિંધરોટ ઉમેટા બ્રિજ, વાઘોડિયા ખાખરીયા બ્રિજ, રાજપુરા એપ્રોચ બ્રિજ અને સાવલી તુલસીપુરા ચાંપાનેરનો સમાવેશ થાય છે.
6 દિવસથી પરિવાર વ્હાલસોયાની વાટમાં હતો
આ દરમિયાન મૃતકના પરિજનોએ આજે તેની જગ્યાએ તેનું પૂતળું મુકીને તેને અગ્નિદાહ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 6 દિવસથી પરિવાર પોતાના વ્હાલસોયાની રાહ જોઇ રહ્યો છે. જો કે, હજી પણ પરિજનોએ મૃતદેહ મળવાની આશા છોડી નથી.
આ પણ વાંચો ---- VADODARA જિલ્લામાં માર્ગો ઉપર બનેલા 115 પૂલોની ચકાસણી કરાઇ


