Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સાવલીના PI વિરૂદ્ધ મંજુસર પોલીસ મથકમાં લેખિત ફરિયાદ

VADODARA : તું ડ્રિન્ડ એન્ડ ડ્રાઇવ કરે છે, કેસ કરી દઇશ. તેઓ સાવલી પીઆઇ ગોહિલ સાહેબ હોવાનું જણાવી રહ્યા હતા. - પીડિત
vadodara   સાવલીના pi વિરૂદ્ધ મંજુસર પોલીસ મથકમાં લેખિત ફરિયાદ
Advertisement
  • સાવલી પોલીસ મથકના પીઆઇની જોહુકમીનો કિસ્સો સામે આવ્યો
  • રાત્રે યુવકની ગાડીને રોકીને તેના પર આરોપો મુકવામાં આવ્યા
  • આરોપોની અવેજમાં કેસ નહીં કરવા પૈસાની માંગણી કરી હોવાનું પીડિતે જણાવ્યું
  • પીડિતે એક પોલીસ મથકના પીઆઇ વિરૂદ્ધ અન્ય પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા સાવલી પોલીસ મથકના પીઆઇ (SAVLI POLICE STATION - PI) જે. યુ. ગોહિલ વિરૂદ્ધ મંજુસર પોલીસ મથક (MANJUSAR POLICE STATION) માં લેખિત ફરિયાદ સ્વરૂપે અરજી આપવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં સાવલી પીઆઇનો ભોગ બનનારની ગાડીને અટકાવીને તેના પર ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ (DRINK AND DRIVE - ALLEGATION) નો આરોપ મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમણે તેની જોડેથી પૈસા માંગ્યા હોવાનું પીડિત જણાવી રહ્યા છે. આખરે ઉપરોક્ત મામલે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદીએ લેખિતમાં અરજી કરી છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

ન્ડ એન્ડ ડ્રાઇવ કરે છે, કેસ કરી દઇશ

સાવલી પીઆઇની જોહુકમીનો ભોગ બનેલા ભોઇ કાર્તિકકુમાર ઘનશ્યામભાઇ (રહે. સાવલી, વડોદરા) એ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, હું વડોદરા તરફ જઇ રહ્યો હતો. દુમાડ બ્રિજ નીચે એક કાળા કલરની ગાડી આડી મુકીને મને ઉભો રાખ્યો હતો. અને મેં બ્રેક મારી હતી. સામે વાળી વ્યક્તિએ મારા પર આરોપ મુક્યો કે, તું ડ્રિન્ડ એન્ડ ડ્રાઇવ કરે છે, કેસ કરી દઇશ. તેઓ સાવલી પીઆઇ ગોહિલ સાહેબ હોવાનું જણાવી રહ્યા હતા. ત્યાર બાદ મને લાફા, ઢીકા માર્યા છે.

Advertisement

પગ અને હાથમાં અગાઉ ત્રણ ટુકડા થયેલા છે

પીડિતે વધુમાં જણાવ્યું કે, મને ત્યાંથી દુમાડ પોલીસ ચોકીમાં લઇ ગયા હતા. અને મારા માથા પર રિવોલ્વર તાની (તાકી) દીધી હતી, તેમણે કહ્યું કે, મને પૈસા નહીં આપો તો હું તમારા પર કેસ કરી દઇશ. મારા પર ખોટો આરોપ લગાવ્યો અને મને માર્યો છે. મારી તબિયત સારી નથી. મારા પગ અને હાથમાં અગાઉ ત્રણ ટુકડા થયેલા છે, મારૂ ઓપરેશન થયું છે, છતાં સાહેબે મને માર્યો છે. ઘટના બાદ પીડિતની તબિયત નરમ જણાતા તેમણે જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર મેળવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, સાવલીના પીઆઇ સામે અગાઉ પણ અનેક આરોપો સામે આવ્યા છે. ઉપરોક્ત ઘટના સમયે પીઆઇ સિવિલ ડ્રેસમાં હોવાની લોકચર્ચા છે.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : ડભોઇમાં SMC ના દરોડા, રૂ. 23.45 લાખનો મુદ્દામાલ જપ્ત, 7 વોન્ટેડ

Tags :
Advertisement

.

×