Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સાવલી PI સામે આરોપ મુકનાર યુવક નશામાં મળી આવ્યો, ખુદ ધારાસભ્ય ભોંઠા પડ્યા

VADODARA : આ ઘટનામાં બપોર સુધીમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે પીઆઇના વર્તનને વખોડ્યું હતું
vadodara   સાવલી pi સામે આરોપ મુકનાર યુવક નશામાં મળી આવ્યો  ખુદ ધારાસભ્ય ભોંઠા પડ્યા
Advertisement
  • સાવલીમાં હાઇવોલ્ટેજ ડ્રામા ભજવાયો
  • યુવકે નશાની હાલતમાં પીઆઇ વિરૂદ્ધ સનસનીખેજ આરોપો મુક્યા
  • યુવકના સમર્થનમાં સાવલીના ધારાસભ્ય ખુદ આવ્યા
  • સાંજ પડતા યુવક વિરૂદ્ધ પ્રોહીબીશન હેઠળ ફરિયાદ નોંધવામાં આવી

VADODARA : તાજેતરમાં વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા સાવલી (SAVLI) માં રહેતા યુવકે પીઆઇ વિરૂદ્ધ સનસનીખેજ આરોપો મુકતી લેખિત ફરિયાદ મંજુસર પોલીસ મથક (MANJUSAR POLICE STATION) માં કરી હતી. તે બાદ યુવકની આપવીતી વર્ણવતો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ (SOCIAL MEDIA VIRAL) થયો હતો. આ વચ્ચે યુવકના સમર્થનમાં અને સાવલી પીઆઇ જે.યુ. ગોહિલના (SAVLI PI) વિરોધમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર (BJP MLA KETAN INAMDAR) ખુદે વીડિયો મારફતે આકરી પ્રતિક્રિયા આપી હતી. જો કે, આ મામલે મોટો વળાંક આવ્યો છે. આરોપ મુકનાર યુવક પીધેલો હોવાનું બ્રેથ એનેલાઇઝર મશીનમાં સામે આવ્યું છે. જે બાદ યુવક વિરૂદ્ધ મંજુસર પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કિસ્સા પરથી ધારાસભ્ય નિવેદન આપવામાં ખોટી ઉતાવળ કરી દીધી હોવાની ચર્ચાનો ગણગણાટ સામે આવી રહ્યો છે.

ગૃહમંત્રી સુધી રજુઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી

સાવલીમાં રહેતા ભોઇ કાર્તિક કુમારે સાવલી પીઆઇ વિરૂદ્ધ મંજુસર પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ આપી હતી. આ ફરિયાદમાં તેમણે પીઆઇ વિરૂદ્ધ સનસનીખેજ આરોપો મુક્યા હતા. ફરિયાદ બાદ યુવકની વીડિયો મારફતે સમગ્ર ઘટનાક્રમનો ચિતાર રજુ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સાવલી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં બપોર સુધીમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રતિક્રિયા સામે આવી હતી. જેમાં તેમણે સાવલી પીઆઇના વર્તનને વખોડ્યું હતું, એટલું જ નહીં આ મામલે ગૃહમંત્રી સુધી રજુઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. જો કે, સાંજ થતા આ મામલે મોટો વળાંક આવ્યો છે.

Advertisement

આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું

મંજુસર પોલીસે યુવક ભોઇ કાર્તિક કુમાર વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. યુવતકનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેનું બ્રેથ એનેલાઇઝર મશીર મારફતે ચેકીંગ કરતા તેમાં આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું હતું. પોલીસનું કહેવું છે કે, યુવક દ્વારા સાવલી-વડોદરા રોડ પર વાંચીચુકી ગાડી ચલાવીને દુમાડ ચોકડી આવ્યો હતો. જ્યાં તેને રોકતા તે પોતાનું સંતુલન જાળવી શકે તેવી હાલતમાં પણ ન્હતો. અને તેની પાસે કેફી પીણું પીવા માટેનું કોઇ લાયસન્સ પણ ન્હતું. જેથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : VIDYALAYA EDU CARE ટ્યુશનમાં સગીરાની છેડતી, શિક્ષક સામે ફરિયાદ

Tags :
Advertisement

.

×