VADODARA : વ્હેલ માછલીની કિંમતી ઉલ્ટી વેચવાની ફિરાકમાં ફરતા શખ્સોની ધરપકડ
- વડોદરા ઝોન એલસીબી - 2 ની સરાહનીય કાર્યવાહી
- બાતમીના આધારે વ્હેલ માછલીની ઉલ્ટી વેચવાનો કારસો નિષ્ફળ બનાવ્યો
- કાર્યવાહીમાં અડધો ડઝન આરોપીઓની ધરપકડ કરાઇ
VADODARA : વ્હેલ માછલીની ઉલટી (AMBER GREECE) ઉંચી કિંમતે વેચાતી હોવાથી અનેક તેનો લાભ લેવાની ફિરાકમાં હોય છે. પરંતુ તેનું વેચાણ પ્રતિબંધિત હોવાથી આખરે લોભનો અંત પોલીસ મથકમાં આવતો હોય છે. વડોદરા (VADODARA) માં આજે આવી જ એક ઘટના સામે આવી છે. કારમાં બેસીને અડધો ડઝન શખ્સો વ્હેલ માછલીની કિંમતી ઉલ્ટી વેચવાની ફિરાકમાં હતા. જો કે, આ ઘટના અંગે એલસીબી ઝોન - 2 (VADODARA POLCE - LCB ZONE - 2) ના હેડ કોન્સ્ટેબલને જાણ થતા રેડ પાડી હતી. જેમાં કુલ રૂ. 1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વ્હેલ માછલીની ઉલ્ટીનો ઉપયોગ દવાઓ, સુગંધિત દ્રવ્યો સહિત અનેક મૂલ્યવાન ચીજો બનાવવા માટે થાય છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન - 2 ના હેડ કોન્સ્ટેબલને મળી
સમગ્ર મામલે પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરામાં કેટલાક શખ્સો વ્હેલ માછલીની પ્રતિબંધિત (PROHIBITED) ઉલ્ટી (AMBER GREECE) વેચવાની ફિરાકમાં ફરતા હોવા અંગેની બાતમી વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન - 2 ના હેડ કોન્સ્ટેબલને મળી હતી. બાતમીના આધારે બીલ કેનાલ રોડ પાસે આવેલા કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા સમયે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને ફોરેન્સીક સાયન્સ વિભાગના અધિકારીઓને સાથે રાખવામાં આવ્યા હતા. દરોડામાં અડધો ડઝન આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ પાસેથી રૂ. 1.58 કરોડની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી, મોબાઇલ ફોન - 6 અને એક કાર મળીને કુલ રૂ., 1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે અટલાદરા પોલીસ મથક (ATLADRA POLICE STATION) માં ગુનો નોંધીને આરોપીઓ વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આરોપીઓના નામો
ઉપરોક્ત કાર્યવાહીમાં સુરેન્દ્રસિંહ મહેન્દ્રભાઈ ચાવડા (રહે. પરમ ક્રેષ્ટ અટલાદરા બીલ કેનાલરોડ વડોદરા), ગૌતમ અર્જુનભાઇ વસાવા (રહે. શારદા ડુપ્લેક્ષ, કલા દર્શન ચાર રસ્તા. વાઘોડીયા રોડ, વડોદરા), દિપક ભીખાભાઇ રબારી (રહે.વ્હોરા ભાથુજી મંદિર ફળીયુ, તિલકવાડા), સિધાર્થ ઉર્ફે સન્ની સનાભાઈ તડવી (રહે. મહેશ નગર સોમાતળાવ તરસાલી વડોદરા), સુરજસિંગ સુરજીતસિંગ કાંબોજ (રહે.શ્યામલ હાઇટ્સ વાઘોડીયા રોડ, વડોદરા), રાજુ ઉર્ફે સંજય લક્ષ્મણભાઇ ભરવાડ (રહે.ભરવાડવાસ સંતોષી માતા મંદિર પાસે દંતેશ્વર) ની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : 'વડોદરા પર દયા કરો, રાજીનામું આપી દો', જાગૃત નાગરિકની મેયરને સલાહ


