મહિલાના Viral Video એ અમેરિકાને હચમચાવી નાખ્યું, જુઓ Video
- ગ્રાફિક Video માં તે એક વ્યક્તિને શૂટ કરતી જોવા મળી
- હિંસક Video ના કારણે પ્રતિબંધિત કરવામાં આવી હતી
- વર્ષ 2024 માં તેણીએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો
Valentina Gomez Viral Video : તાજેતરમાં અમેરિકામાં અને વિશ્વભરમાં એક Video સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ Video ને જોઈને અનેક લોકો અને દેશ આ મહિલાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ હરોળમાં અમેરિકા પણ સામેલ થયું છે. જોકે આ Video એક American MAGA (Make Amirca Great Again) નો છે. તો આ Video પછી American MAGA ની ટીકા કરવામાં આવી રહી છે. અને અનેક દેશના લોકો આ મહિલા વરિદ્ધ રોષ ઠાલવી રહ્યા છે.
ગ્રાફિક Video માં તે એક વ્યક્તિને શૂટ કરતી જોવા મળી
Valentina Gomez નામની MAGA વ્યક્તિત્વે એક Video શેર કર્યો છે. જેમાં તે સ્થળાંતર કરનારાઓને મારી નાખવાની હિમાયત કરી રહી છે અને ગ્રાફિક Video માં તે એક વ્યક્તિને શૂટ કરતી જોવા મળે છે. તો Valentina Gomez એ X પર શેર કરવામાં આવેલા વિડિયોમાં હેન્ડગન વડે માથાના પાછળના ભાગમાં ખુરશી સાથે બાંધેલા પૂતળાને ગોળી મારતી જોવા મળી છે. અને Video માં કહે છે કે, કોઈપણ ગેરકાયદેસર વ્યક્તિ જે કોઈ American પર બળાત્કાર કરે છે અથવા તેની હત્યા કરે છે તેને જાહેરમાં ફાંસી આપવી જોઈએ. તેઓ દેશનિકાલ કરવાને લાયક નથી, તેમને ખતમ કરી દેવા જોઈએ.
આ પણ વાંચો: Cristiano Ronaldo એ માઈનસ 20 ડિગ્રી તાપમાનમાં બર્ફીલા પુલમાં ડૂબકી લગાવી
હિંસક Video ના કારણે પ્રતિબંધિત કરવામાં આવી હતી
Valentina Gomez ની આ પોસ્ટ હિંસક Video ના કારણે પ્રતિબંધિત કરવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં આ Video જંગલની આગની જેમ ફેલાઈ ગયો હતો. આ Video પર પ્રતિબંધ અને વિરોધ બાદ Valentina Gomez એ X પર લખ્યું કે મારા Video પર પ્રતિબંધ અને મારા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવો એ તમને બધાને બતાવે છે કે હું આ લોકો માટે સૌથી મોટો ખતરો છું.
વર્ષ 2024 માં તેણીએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો
Valentina Gomez નો જન્મ 8 મે 1999 ના રોજ કોલંબિયામાં થયો હતો. તેણી કોલંબિયામાં જન્મેલી American નાગરિક છે. તેઓ રિયલ એસ્ટેટ રોકાણકાર, ફાઇનાન્સર અને રાજકીય કાર્યકર પણ છે. તેનો પરિવાર 2009 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થળાંતર થયો અને પછી ન્યૂ જર્સીમાં શિફ્ટ થયો હતો. વર્ષ 2024 માં તેણીએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તે LGBTQ થીમ સાથે સળગતા પુસ્તકોના Video શેર કર્યા બાદ ચર્ચામાં આવી હતી અને જો તે ચૂંટણી જીતી જાય તો તેના પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું હતું. પરંતુ ચૂંટણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: Rajasthan : નિયતિનો ખેલ! પત્ની માટે પતિએ VRS લીધું અને ફેરવેલ પાર્ટીમાં જ પત્નીનું થયું મોત