Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad : અંધશ્રદ્ધાના નામે ચોંકાવનારી ઘટના, રસોઈયાએ શાળામાં કરી તાંત્રિક વિધી અને પછી...

વલસાડથી એક અનોખી ઘટના સામે આવી છે. અંધશ્રદ્ધાના નામે લોકો કેવું કરી શકે છે એ ચોંકાવનારૂ છે. આવી જ એક ઘટના વલસાડના ધરમપુર નડગઘરી ગમે સાદડપાડા સ્કૂલની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, ત્યાં ભુવો બોલાવીને વિધિ...
valsad   અંધશ્રદ્ધાના નામે ચોંકાવનારી ઘટના  રસોઈયાએ શાળામાં કરી તાંત્રિક વિધી અને પછી
Advertisement

વલસાડથી એક અનોખી ઘટના સામે આવી છે. અંધશ્રદ્ધાના નામે લોકો કેવું કરી શકે છે એ ચોંકાવનારૂ છે. આવી જ એક ઘટના વલસાડના ધરમપુર નડગઘરી ગમે સાદડપાડા સ્કૂલની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, ત્યાં ભુવો બોલાવીને વિધિ કરવામા આવી, એટલુ જ નહિ, શાળાથી દૂર નદી કિનારે 25 નારિયેળ, 12 મરધા અને એક બકરાની બલી પણ ચઢાવવામાં આવી છે.

મહત્વનું છે કે, ધરમપુર નડગધરી ગામે સાદડપાડા સ્કૂલમાં રસોઈયા દ્વારા શાળા પરિસરમાં બે ભગત બોલાવી વિધિ કર્યાનો એસએમસી સભ્યોએ આક્ષેપ કર્યો છે. એસએમસી સભ્યોએ આ અંગે પોલીસ મથકમાં લેખિત અરજી કરી છે. જેમાં 25 નારીયળ,12 મરઘા અને 1 બકરાની બલી ચઢાવવામાં આવી છે. નદી કિનારે બલી ચઢાવ્યાના પુરાવા મળી આવ્યા છે.

Advertisement

Advertisement

તમને જણાવી દઈએ કે આર્ટિફિસિયલ ઇન્ટિલેજન્સના જમાનામાં પણ આજે અંધશ્રદ્ધા જેવી ઘટનાઓ ઘટતી રહે છે. આ સમગ્ર ઘટનાએ જિલ્લામાં ચકચાર જગાવી છે. શાળામાં વિધિ કરાતા વિદ્યાર્થીઓ પણ ભયભીત જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad Police : આ છે અમદાવાદ પોલીસ, કે જેમણે ચોરને પકડવા કર્યું એવું કે લોકો પણ સ્તબ્ધ થઇ ગયા

Tags :
Advertisement

.

×