Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad: વાપીની કંપનીમાં ધમકી ભર્યો મેસેજ કરવા મામલો, પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો

વાપીમાં આવેલ એક કંપનીમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે. જે ધમકી ભર્યા મેસેજ બાદ પોલીસે આરોપીને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
valsad  વાપીની કંપનીમાં ધમકી ભર્યો મેસેજ કરવા મામલો  પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો
Advertisement
  • વાપીમાં કંપનીમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો મામલો
  • ધમકી ભર્યો મેસેજ કરનાર આરોપીની ધરપકડ
  • પોલીસની પૂછપરછમાં આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો

વાપીના છેવાડે મોરાઈ વિસ્તારમાં આલોક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલી છે .આ કંપનીના બોમ્બ બ્લાસ્ટ થવાનો છે .આવો એક મેસેજ ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલરૂમને મળ્યો હતો .આથી ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલરૂમ દ્વારા ગુજરાત પોલીસ કંટ્રોલરૂમનો સંપર્ક કરી વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી વાળા મેસેજની જાણ કરી હતી. આથી ગુજરાત પોલીસ કંટ્રોલરૂમ દ્વારા વલસાડ પોલીસ ને જાણ કરતા પોલીસ દોડતી થઈ હતી.

મોટી સંખ્યામાં પોલીસ કાફલો કંપની પર પહોંચ્યો હતો. અને કંપનીના તમામ કામદારોને બહાર કાઢી કંપનીના ખૂણે ખૂણાની તપાસશા કરી હતી.જોકે કોઈ બોમ્બ મળી આવ્યો ન હતો. પરંતુ મેસેજ કરનાર ફોન નંબરના આધારે વલસાડ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા તપાસના અંતે પોલીસે હર્ષ તિવારી નામના એક આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપી આલોક કંપનીમાં જ કામ કરતો હતો હોવાનું બહાર આવ્યું છે.

Advertisement

પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તે મુજબ આરોપી હર્ષ તિવારી તેની સાથે જ કંપનીમાં કામ કરતાં તેના એક મિત્રને ફસાવવા માટે જ તેણે આ તર્કટ રચ્યું હતું ..અને પોતાના મિત્ર ધનંજય કુસવાહા ના ફોન નંબરનો ઉપયોગ કરી અને તેણે ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલરૂમમાં આ મેસેજ કર્યો હતો. અને વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે આવી ધમકી આપી હતી.

Advertisement

પૈસા ન આપતા મિત્રને ફસાવવા ષડયંત્ર રચ્યું

પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે .આરોપી હર્ષ તિવારી અને ધનંજય કુશવાહા બંને મિત્રો હતા. હર્ષ તિવારી એ ધનંજય કુશવાહને થોડા દિવસ તેની રૂમ પર રાખ્યો હતો.. આ દરમિયાન બંને વચ્ચે હિસાબના 600 રૂપિયા લેવાના બાકી નીકળતા હતા. જો કે ધનંજય કુશવાહાએ 600 રૂપિયા પરત નહીં આપતા આખરે હર્ષ તિવારી એ પોતાના જ મિત્રને ફસાવવા આ ષડયંત્ર રચ્યું હતું . જોકે આખરે મિત્રને ફસાવવા તર્કટ રચતા હર્ષ તિવારીએ જ હવે સળિયા ગણવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad:ઇન્દિરાબ્રિજ સર્કલ પાસે આશ્રય ઓરચર્ડમાં આગ લાગતા ભયનો માહોલ, 4 લોકોને સારવાર અર્થે ખસેડાયા

પોલીસે સમગ્ર મામલે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી

અત્યારે પોલીસે હર્ષ તિવારીની ધરપકડ કરી તેની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે. અને અત્યાર સુધી આરોપીએ પોતાના મિત્રને ફસાવવા આ કાવતરું રચ્યું હોવાનું બહાર આવી છે. જોકે આરોપીની ધરપકડ બાદ વલસાડ જિલ્લા પોલીસે તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. અને આમાં ફક્ત ધમકી જ હતી કે તેમાં કાંઈ બીજું પણ રહસ્ય છે તે અંગે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Pahalgam terrorist attack: અમદાવાદના પર્યટકનાં વીડિયોમાં મોટો ખુલાસો, ઝીપલાઈન ઓપરેટર શંકાના દાયરામાં

Tags :
Advertisement

.

×