ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot શહેર ભાજપમાં વોર્ડ પ્રમુખ બનવા હોડ, વોર્ડ પ્રમુખ બનવા જન્મ પ્રમાણપત્ર સાથે ચેડાં

Rajkot: રાજકોટ શહેરમાં વોર્ડ પ્રમુખ બનવા જન્મ તારીખના દાખલામાં છેડછાડ કરી હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો પ્રમાણે બક્ષીપંચ મોરચાના મંત્રીએ જન્મ તારીખમાં સુધારો કર્યો
10:40 AM Dec 17, 2024 IST | VIMAL PRAJAPATI
Rajkot: રાજકોટ શહેરમાં વોર્ડ પ્રમુખ બનવા જન્મ તારીખના દાખલામાં છેડછાડ કરી હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો પ્રમાણે બક્ષીપંચ મોરચાના મંત્રીએ જન્મ તારીખમાં સુધારો કર્યો
Rajkot
  1. બક્ષીપંચ મોરચાના મંત્રીએ જન્મતારીખ ખોટી બતાવી
  2. વિપુલ માખેલાએ પોતાની ઉંમર 6 વર્ષ નાની બતાવી
  3. સાચી જન્મતારીખ 19 ફેબ્રુઆરી 1974ને બદલી નાખી

Rajkot: રાજકોટ શહેર ભાજપમાં વોર્ડ પ્રમુખ બનવા હોડ જામી છે. પરંતુ હવે આ મામલે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. રાજકોટ શહેરમાં વોર્ડ પ્રમુખ બનવા જન્મ તારીખના દાખલામાં છેડછાડ કરી હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો પ્રમાણે બક્ષીપંચ મોરચાના મંત્રીએ જન્મ તારીખમાં સુધારો કર્યો હોવાનું છે. આખરે આવું કેવી રીતે કરવામાં આવ્યું? પ્રમુખ બનવા માટે હવે ડોક્યુમેન્ટ સાથે પણ છેડછાડ કરવામાં આવશે?

આ પણ વાંચો: હાઈવે પર બંધ પડેલા ડમ્પર પાછળ ખાનગી બસ અથડાઈ; ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત

પ્રમાણપત્રમાં તારીખ બદલી 9 ફેબ્રુઆરી 1980 બતાવી

બક્ષીપંચ મોરચાના મંત્રી વિપુલ માખેલાએ પોતાની ઉંમર કરતાં 6 વર્ષ નાની બતાવા ચેડાં કર્યા હોવાનું સામે આવ્યું છે. વિપુલ માખેલાની સાચી જન્મતારીખ 19-2-1974 છે, તેમણે પોતાની જન્મ તારીખમાં ચેડા કરીને 09/02/1980 કરી નાખી. હવે અહીં પ્રશ્ન એ થાય છે કે, આ બાબતે તેમને કોણ મદદ કરી? એક અરજી પણ ભાજપ કાર્યાલયમાં થયા હોવાની વિગતો સામે આવી છે.

આ પણ વાંચો: Rajkot: પાકિસ્તાની આરોપી સગીરની સજા પૂર્ણ થતા ઘરવાપસી, કલેકટર બન્યા બજરંગી ભાઇજાન

શું બક્ષીપંચ મોરચાના મંત્રી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે

આ મામલે કોર્પોરેટર નિલેશ જલુના નામનો પણ ઉલ્લેખ છે. વોર્ડના પ્રમુખ બનવા માટે પોતાની જન્મ તારીખમાં બદલી દીધી, આને સુધારો નહીં પરંતુ સરકારી કાગળ સાથે ચેડા કર્યાં કહેવાય? હવે શું બક્ષીપંચ મોરચાના મંત્રી વિપુલ માખેલા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? અને સૌથી મોટો સવાલ તો એ છે કે શું હવે તેઓ વોર્ડના પ્રમુખ બનશે? આવા અનેક સવાલો થઈ રહ્યાં છે.

આ પણ વાંચો: Mehsana: ઊંઝા APMCની ચૂંટણીનું આજે પરિણામ, સવારે 9 વાગ્યાથી શરૂ થશે મતગણતરી

Tags :
Bakshi Panch Morcha MinisterBakshi Panch Morcha Minister Vipul MakhelaGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati Top NewsRajkot city BJPtampering birth certificateTop Gujarati Newsvard presidentVipul Makhela
Next Article