Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાળકને અભ્યાસમાં સફળતા માટે આ રીતે સ્ટડી રૂમ બનાવો, જુઓ પછી કમાલ

VASTU TIPS : વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ ત્રણ દિશાઓ અભ્યાસ ખંડની બારી માટે યોગ્ય રહેશે. આનાથી બાળકના મનમાં સ્થિરતા જળવાઈ રહેશે
બાળકને અભ્યાસમાં સફળતા માટે આ રીતે સ્ટડી રૂમ બનાવો  જુઓ પછી કમાલ
Advertisement
  • ઘરમાં બાળકના સ્ટડી રૂમની જગ્યાનું ઘણું મહત્વ હોય છે
  • સ્ટડીમાં મળેલી સફળતા બાળકનું ભવિષ્ય નક્કી કરે છે
  • વાસ્તુ ટીપ્સનો અનુસરીને તમે સારૂ પરિણામ મેળવી શકો છો

VASTU TIPS : જો તમે ઘરે બાળકો માટે અભ્યાસ ખંડ (STUDY ROOM) બનાવવા જઈ રહ્યા છો, તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સ્ટડી રૂમની બારી અને દરવાજાની (DOOR AND WINDOW) યોગ્ય દિશા દ્વારા ઘરને સકારાત્મક ઉર્જા સાથે ભરી દેવાની સાથે બાળકને અસુક સફળતા અપાવી શકે તેમ છે.

સ્ટડી રૂમ માટે વાસ્તુ ટિપ્સ

તમારા નવા ઘરમાં અત્યાર સુધીમાં તમે નક્કી કરી લીધું હશે કે કયો ઓરડો કઈ દિશામાં હશે. ઘરમાં બાળકના અભ્યાસ માટેનો એક ખૂણો જેને આપણે સૌથી શાંત અને પ્રેરણાદાયક બનાવવા માંગીએ છીએ. જો તમે પણ તમારા બાળકોના અભ્યાસ ખંડને વિશે ચિંતિત છો, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક વાસ્તુ ટિપ્સ (VASTU TIPS) ધ્યાનમાં રાખીને તમે તમારા બાળકના અભ્યાસ ખંડને સકારાત્મક ઉર્જાથી ભરી શકો છો. તમે પહેલાથી જ બનેલા ઘરમાં કેટલાક ફેરફારો કરીને પણ આ બદલાવ લાવી શકો છો.

Advertisement

અભ્યાસ ખંડની બારી-દરવાજા

અભ્યાસ ખંડ એવી જગ્યાએ બનાવો જ્યાં પૂરતો પ્રકાશ હોય. ઉપરાંત આ રૂમની બારી પૂર્વ, ઉત્તર કે પશ્ચિમ તરફ મુખ કરીને બનાવો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ ત્રણ દિશાઓ અભ્યાસ ખંડની બારી માટે યોગ્ય રહેશે. આનાથી બાળકના મનમાં સ્થિરતા જળવાઈ રહેશે. અભ્યાસ ખંડનો દરવાજો હંમેશા ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ દિશામાં હોવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ દિશાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી જીવનમાં ઘણી પ્રગતિ થાય છે.

Advertisement

વાંચવાની યોગ્ય દિશા

અભ્યાસ ખંડ બનાવતી વખતે ધ્યાનમાં રાખો કે તમારું બાળક કઈ દિશામાં ભણવા બેસશે. જ્યારે તમે ભણાવવા બેસો ત્યારે તમારો ચહેરો પૂર્વ કે ઉત્તર તરફ રાખવાનો પ્રયાસ કરો. સૂર્ય પણ પૂર્વમાં જ ઉગે છે. જો તમારું બાળક આ દિશામાં બેસે તો તેનું ધ્યાન ક્યારેય નહીં બદલાય. ઉત્તર દિશામાં ઘણી સકારાત્મક ઉર્જા હોય છે, તેથી મન હંમેશા શાંત રહેશે.

બુક શેલ્ફ આ દિશામાં રાખો

એ પણ ધ્યાનમાં રાખો કે, તમે તમારા બાળકના બુક શેલ્ફને કઈ દિશામાં મૂકી રહ્યા છો ? બુકશેલ્ફ ક્યારેય દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં ના રાખો. તમારે તેને ફક્ત પૂર્વ અને ઉત્તર દિશામાં જ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.

ઘરની કઈ દિશામાં અભ્યાસ ખંડ હોવો જોઈએ

ઘરના નકશા મુજબ, અભ્યાસ ખંડ હંમેશા પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં, આ દિશાને હંમેશા કર્મ અને તેના પરિણામ સાથે જોડવામાં આવે છે. આ દિશામાં અભ્યાસ ખંડ રાખવાથી તમારા બાળકની વિચારવાની ક્ષમતા પણ વધશે.

આ પણ વાંચો --- Guru Gochar 2025 : આવતીકાલે રાહુના નક્ષત્રમાં ચાલ બદલશે ગુરુ, ખોલશે આ રાશિઓનું ભાગ્ય!

Tags :
Advertisement

.

×