વાવમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ તમામ પક્ષના ઉમેદવારો માટે જીવન-મરણ કરશે નક્કી
- પેટાચૂંટણીમાં અત્યાર સુધીમાં ટોટલ 70% મતદાન થયું
- ચૂંટણીમાં 1412 ઇવીએમ અને વીવીપેટ મશીનનો ઉપયોગ થયો
- અપક્ષ ઉભેલા માવજી ભાઇ માટે આ જીવનની અંતિમ ચૂંટણી છે
Vav By election 2024 : ભાજપ-કોંગ્રેસ (BJP-Congress) અને અપક્ષ ઉમેદવારો સહિત કૂલ 10 ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થઇ ચુક્યું છે.વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટા પ્રમાણમાં વિવિધ મતદાન કેન્દ્ર પર મતદાન કરવા માટે ઉમટી પડ્યાં હતા.
પેટાચૂંટણીમાં અત્યાર સુધીમાં ટોટલ 70% મતદાન થયું
બનાસકાંઠાની Vav બેઠકની પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. કૂલ 10 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. વહેલી સવારથી જ મતદાતાઓ લાંબી લાંબી લાઇનો લગાવીને બેઠા હતા. સુઇગામમાં મમાણા ગામે 80 વર્ષના વૃદ્ધે પણ પોતાના મતના અધિકારનો પ્રયોગ કર્યો હતો. પેટા ચૂંટણીમાં અત્યાર સુધીમાં ટોટલ 70% મતદાન થયું છે. 23 નવેમ્બરે Vav નું પરિણામ જાહેર થશે. કોંગ્રેસ દ્વારા પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તો ભાજપ દ્વારા સ્વરૂપજી ઠાકોરને તક આપવામાં આવી છે. તો ત્રીજી તરફ અપક્ષમાં ચૌધરી સમાજના અગ્રણી અને અગાઉ ભાજપમાં રહી ચુકેલા દિગ્ગજ નેતા માવજી પટેલ પણ ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચો: વાવમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ EVM માં થયું સિલ
ચૂંટણીમાં 1412 ઇવીએમ અને વીવીપેટ મશીનનો ઉપયોગ થયો
અત્રે ઉલ્લેખનીય છે કે, Vav બેઠક પર ટોટલ 3.10 લાખ મતદાતા છે. જે પૈકી 1,61,296 પુરૂષ જ્યારે 1,49,479 મહિલા મતદાતાઓ છે. આ ચૂંટણીમાં ટોટલ 1412 ઇવીએમ અને વીવીપેટ મશીનનો ઉપયોગ થયો છે. જ્યારે 1412 અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણીના પગલે તહેનાત રહેશે. આ બેઠકનું જાતીગતણ સમીકરણ સમજીએ તો 30% ઠાકોર મતદાતાઓ છે. ચૌધરી-પટેલ સમુદાયના ટોટલ 17% મત છે. 12% દલિત છે અને બ્રાહ્મણ તથા રબારી સમાજના 9% મત છે. માવજી પટેલ પોતે પણ ચૌધરી પટેલ સમુદાયમાંથી આવે છે. તેઓ 1990 માં જનતા દળના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી પણ ચુક્યા છે. જો કે ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને 2012 માં થરાદમાંથી ચૂંટણી લડી ચુક્યા છે. જો કે તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.
અપક્ષ ઉભેલા માવજી ભાઇ માટે આ જીવનની અંતિમ ચૂંટણી છે
જો કે 2017 માં વિધાનસભાની ટિકિટ નહીં મળતા તેઓ કોંગ્રેસને પણ છોડીને તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા. ત્યારે પણ તેઓને 42 હજાર મત મળ્યાહ તા. ત્યાર બાદ 2019 માં થરાદ ચૂંટણીના ગણત્રીના દિવસો પહેલા જ તેઓ ભાજપમાં જોડાયા હતા. જો કે ફરી એકવાર ભાજપ તરફથી પણ નિરાશા સાપડતા તેઓ હવે ફરી 2024 માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. જો કે હાલ તો ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ તમામ ઉમેદવારો માટે જીવન મરણનો જંગ છે.ભાજપ માટે પોતાની શાખનો સવાલ છે તો બીજી તરફ ગેનીબેન માટે પ્રતિષ્ઠાનો જંગ છે. જો આ બેઠક જીતે તો ગેનીબહેનના કદમાં વધારો થઇ શકે છે. તો બીજી તરફ ભાજપ માટે આ આબરૂનો સવાલ છે. અપક્ષ ઉભેલા માવજી ભાઇ માટે આ જીવનની અંતિમ ચૂંટણી છે. તેઓ ઉંમરના એ પડવા પર પહોંચ્યા છે કે, હવે તેમની પાસે લડવા માટે બીજી કોઇ તક નથી.
આ પણ વાંચો: મીઠાખળીમાં પૂરપાટે આવતી કારે બે બાઈક સવારને લીધો અડફેટે, 1 નું મોત


