Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vav-Tharad જિલ્લાને મળ્યા નવા કલેક્ટર અને DDO : J.S. પ્રજાપતિ અને કાર્તિક જીવાણીની નિમણૂક

Vav-Tharad જિલ્લાના નવા કલેક્ટર J.S. પ્રજાપતિ : મોરબી DDOમાંથી પ્રમોશન, નવરાત્રિ વચ્ચે નિમણૂક
vav tharad જિલ્લાને મળ્યા નવા કલેક્ટર અને ddo   j s  પ્રજાપતિ અને કાર્તિક જીવાણીની નિમણૂક
Advertisement
  • Vav-Tharad જિલ્લાના નવા કલેક્ટર J.S. પ્રજાપતિ : મોરબી DDOમાંથી પ્રમોશન, નવરાત્રિ વચ્ચે નિમણૂક
  • રાજ્ય સરકારનો મોટો નિર્ણય : વાવ-થરાદને કલેક્ટર અને DDO, કાર્તિક જીવાણીની DDO તરીકે નિમણૂક
  • નવા જિલ્લા વાવ-થરાદને મજબૂત વહીવટ : J.S. પ્રજાપતિ કલેક્ટર, કાર્તિક જીવાણી DDO
  • નવરાત્રિમાં વાવ-થરાદને ભેટ : IAS J.S. પ્રજાપતિ કલેક્ટર, વિકાસને વેગ મળશે
  • બનાસકાંઠામાંથી અલગ વાવ-થરાદ જિલ્લાને નવા અધિકારીઓ: પ્રમોશનથી મોટી જવાબદારી

થરાદ : ગુજરાતના નવા વાવ-થરાદ જિલ્લાને (Vav-Tharad) રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લઈને કલેક્ટર અને DDOની નિમણૂક કરી છે. આ નિમણૂક નવરાત્રિના તહેવારો વચ્ચે થઈ છે, જે જિલ્લાના વહીવટને વધુ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ પગલું છે. 2014 બેચના IAS અધિકારી J.S. પ્રજાપતિને, જેઓ હાલ મોરબી જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર (DDO) તરીકે કાર્યરત છે, તેમને વાવ-થરાદ જિલ્લાના નવા કલેક્ટર તરીકે પ્રમોશન આપીને નિમણૂક કરવામાં આવી છે. આનાથી DDOમાંથી સીધી કલેક્ટર તરીકેની મોટી જવાબદારી તેમને સોંપાઈ છે.

આ સાથે જ 2021 બેન્ચના IAS અધિકારી કાર્તિક જીવાણીને જેઓ વલસાડ જિલ્લાના ટ્રાઈબલ વિસ્તારમાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા, તેમને વાવ-થરાદ જિલ્લાના નવા DDO તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકોથી નવા જિલ્લાના વહીવટી મથક થરાદમાં વિકાસ કાર્યોને વેગ મળશે તેવી અપેક્ષા છે. વાવ-થરાદ જિલ્લો, જે 1 જાન્યુઆરી 2025ના રોજ બનાસકાંઠા જિલ્લામાંથી અલગ થઈને રચાયો છે, તેમાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ જેવા આઠ તાલુકાઓનો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો- Junagadh : કોરોનામાં નુકસાન થતાં કારનો શોરૂમ ધરાવતો પૂર્વ સરકારી શિક્ષક બન્યો ઠગબાજ! લાખોની કરી ઠગાઈ

રાજ્ય સરકારના આ નિર્ણયથી જિલ્લાના નાગરિકોમાં સ્વાગતનો વાતાવરણ છે, કારણ કે નવા જિલ્લાની રચના પછી વહીવટી વ્યવસ્થા મજબૂત બનાવવા માટે આ નિમણૂકો જરૂરી હતી. J.S. પ્રજાપતિ, જેઓ મોરબીમાં વિકાસ કાર્યોમાં તેમની કાર્યક્ષમતા માટે જાણીતા છે, તેઓ વાવ-થરાદમાં કૃષિ, પાણી સંરક્ષણ અને સરહદી વિસ્તારના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે જણાવ્યું, "આ જવાબદારી મને મળી તે માટે આભાર. જિલ્લાના વિકાસ માટે સમર્પિતપણે કામ કરીશું."

બીજી તરફ કાર્તિક જીવાણી જેઓ ટ્રાઈબલ વિસ્તારોમાં કાર્ય અનુભવ ધરાવે છે, તેઓ DDO તરીકે જિલ્લાના ગ્રામીણ વિકાસ અને માળખાકીય કાર્યોને આગળ વધારશે. આ નિમણૂકોથી જિલ્લાના આઠ તાલુકાઓમાં વહીવટી સુગમતા વધશે, જેમાં થરાદને મુખ્ય મથક તરીકે વિકસાવવા પર ખાસ ભાર મુકાશે. રાજ્ય સરકારે આ નિર્ણયને 'વહીવટી સુગમતા અને નાગરિકોના લાભ' માટેનું પગલું ગણાવ્યું છે.

આ પણ વાંચો- સુરત અને અમદાવાદમાં સુવર્ણ નવરાત્રીના કાર્યક્રમોમાં GST ના દરોડા : બેફામ પાસ વેચાણના આધારે એક્શન

Tags :
Advertisement

.

×