ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વાવ-થરાદ : પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં બુટલેગરનો કર્યો પીછો, દારૂ ઝડપાયો-ચાલક ફરાર

વાવ-થરાદ : દારૂભરી કારની પલ્ટી, બુટલેગર ફરાર, પોલીસે કબજે લીધું દારૂ
06:29 PM Aug 14, 2025 IST | Mujahid Tunvar
વાવ-થરાદ : દારૂભરી કારની પલ્ટી, બુટલેગર ફરાર, પોલીસે કબજે લીધું દારૂ

થરાદ : બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તારમાં ભારતમાલા હાઇવે પર એક ગંભીર ઘટના સામે આવી છે. થરાદ પોલીસના પીછા દરમિયાન દારૂથી ભરેલી કારે બુધનપુર નજીક પલ્ટી મારી હતી, જેનાથી ગામડાઓમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં બુટલેગર ચાલક ફરાર થઈ ગયો છે, જ્યારે પોલીસે દારૂનો કબજો લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના આજે સાંજના સમયે થરાદ નજીકના ભારતમાલા હાઇવે પર બની હતી. થરાદ પોલીસને મળેલી બાતમીના આધારે કાર પર નજર રાખી હતી અને તેનો પીછો કરતા હતા. જ્યારે બુધનપુર નજીક પહોંચ્યા ત્યારે બુટલેગરે કારને ઝડપથી ભગાડવાનો પ્રયાસ કર્યો. પોલીસે કારને રોકવા માટે રસ્તામાં ખીલ્લા વાળો પાટો વચ્ચે નાખ્યો જેનાથી કારનું ટાયર ફાટી ગયું અને કાર નિયંત્રણથી બહાર થઈને પલ્ટી મારી ગઈ હતી.

 કાર ચાલક ગાડી છોડીને થયો ફરાર

પલટી ખાતા ચાલકે કાર છોડી દીધી અને ફરાર થઈ ગયો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કારની તપાસ કરી જેમાં લગભગ 50 લિટર ગેરકાયદેસર દારૂની ભરતી મળી આવી હતી. પોલીસે દારૂનો કબજો લઈને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

થરાદ પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે અને ફરાર થયેલા ચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસનું માનવું છે કે આ બુટલેગર ગેરકાયદેસર દારૂનું વેચાણ કરવા માટે આ વિસ્તારમાં આવ્યો હતો. ઘટનાસ્થળ પરથી મળેલા પુરાવાઓના આધારે કેસ નોંધવામાં આવ્યો છે, અને ફરાર આરોપીની ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતા વધારી છે, કારણ કે ગેરકાયદેસર દારૂનું પ્રવાહ ગામડાઓમાં સમસ્યા બની રહ્યું છે. લોકો પોલીસ પાસે આવી પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને સખત કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે.

આ પણ વાંચો-Devayat Khavad Controversy : વધુ એક શખ્સની એન્ટ્રી, Video બનાવી દેવાયત ખવડને ફેંક્યો ખુલ્લો પડકાર!

Tags :
#Bharatmalahighway#Drinker#TharadPolice#VavatharadBootlegger
Next Article