VENICE WEDDING : સદીના સૌથી મોટા લગ્નમાં હવાઇ અને જળ માર્ગે પહોંચશે મહેમાન
- સદીના સૌથી ખર્ચાળ લગ્ન વેનિસમાં યોજાશે
- વીવીઆઇપી મહેમાનોને રોકાવવા માટે લક્ઝૂરીયસ હોટેલ બુક કરાવાઇ
- એમેઝોનના ફાઉન્ડર તેમના મંગેતર જોડે લગ્નગ્રંથીથી જોડાઇ રહ્યા છે
VENICE WEDDING : દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ એમેઝોનના (AMAZON FOUNDER) સ્થાપક જેફ બેઝોસ (JEFF BAZOS) તેમની મંગેતર લોરેન સાંચેઝ (LAUREN SANCHEZ) સાથે લગ્ન કરી (VENICE WEDDING) રહ્યા છે. આ સદીના સૌથી મોટી લગ્નની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. જેફ અને લોરેનના લગ્નને સદીના સૌથી ભવ્ય લગ્ન કહેવામાં આવી રહ્યા છે. આ લગ્નમાં 200 થી વધુ મહેમાનો હાજરી આપશે, જેમાં ઘણા VVIP સ્ટાર્સનો પણ સમાવેશ થાય છે. જેફ બેઝોસે અગાઉ લગ્ન માટે કેનારેજિયોમાં સ્થળ પસંદ કર્યું હતું, પરંતુ પાછળથી ઘણા વિરોધને કારણે લગ્નનું સ્થળ બદલવામાં આવ્યું હતું.
જેફ બેઝોસ ક્યાં લગ્ન કરી રહ્યા છે?
અહેવાલ મુજબ, હવે જેફ બેઝોસના લગ્ન પૂર્વ કાસ્ટેલો જિલ્લામાં યોજાશે. વેનિસમાં આર્સેનલ એક અત્યંત સુંદર સ્થળ છે. જે ચારે બાજુ પાણીથી ઘેરાયેલું છે, આ જગ્યાએ પર ફક્ત આકાશ અથવા પાણી દ્વારા જ પહોંચી શકાય છે. આ જગ્યા ખૂબ જ સલામત માનવામાં આવે છે.
સદીના સૌથી ભવ્ય લગ્ન
આ લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચાઈ રહ્યા છે. આ જ કારણથી તેને સદીના સૌથી મોંઘા લગ્ન માનવામાં આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, લગ્ન પર લગભગ 48 મિલિયન યુરો અથવા 55.69 મિલિયન ડોલર અને લગભગ 5,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.
મહેમાનો 92 ખાનગી જેટ અને 30 વોટર ટેક્સીઓ દ્વારા આવશે
મંગળવારથી જ લગ્ન સ્થળે મહેમાનો માટે ખાનગી જેટ આવવાનું શરૂ થઈ ગયું છે. બધા મહેમાનો ખાનગી જેટ દ્વારા જ લગ્નમાં પહોંચશે. મહેમાનો માટે 30 થી વધુ વોટર ટેક્સીઓની વ્યવસ્થા કરવામાં આવી છે, જે શહેરના જળમાર્ગે લગ્ન મંડપ સુધી પહોંચશે. લગ્નમાં પહેલા પહોંચવાના મહેમાનોની યાદીમાં ઇવાન્કા ટ્રમ્પ અને જેરેડ કુશનરનો સમાવેશ થાય છે.
લગ્નમાં આવનારા મહેમાનો ક્યાં રહેશે?
અહેવાલો અનુસાર, જેફ બેઝોસ અને લોરેન સાંચેઝે તેમના બધા મહેમાનો માટે ભવ્ય આખું અમન વેનિસ અને અન્ય ચાર લક્ઝરી હોટલ બુક કરાવી છે. જેમાં ગ્રિટ્ટી પેલેસ, સેન્ટ રેજીસ, બેલમંડ સિપ્રિયાની અને હોટેલ ડેનિયલીનો સમાવેશ થાય છે. અહીં રોકાયેલા મહેમાનોને બધી જ વૈભવી સુવિધાઓ મળશે.
લગ્નમાં પહોંચ્યા VIP મહેમાનો
આ લગ્નમાં લગભગ 200-250 મહેમાનો આવવાની અપેક્ષા છે. જેમાં મોટાભાગે હાઇ-પ્રોફાઇલ મહેમાનોનો પણ સમાવેશ થાય છે. સંભવિત યાદીમાં ઇવાન્કા ટ્રમ્પ, જેરેડ કુશનર, કેટી પેરી, લિયોનાર્ડો ડીકેપ્રિયો, ડાયેન વોન ફર્સ્ટેનબર્ગ, કિમ કાર્દાશિયન, માર્ક ઝુકરબર્ગ અને બિલ ગેટ્સનો પણ સમાવેશ થાય છે. લગ્નની ઉજવણી 3 દિવસની હોવાનું જાણવા મળે છે, જે ગુરુવારથી શરૂ થશે અને શનિવારે એક ભવ્ય પાર્ટી સાથે સમાપ્ત થશે.
લોરેન સાંચેઝ કોણ છે?
લોરેન સાંચેઝ એક પ્રખ્યાત પત્રકાર છે, તે એક ન્યૂઝ એન્કર અને નિર્માતા છે. તમને જણાવી દઈએ કે, બેઝોસે 2023 માં સાંચેઝને પ્રપોઝ કર્યું હતું. બંનેએ એક ભવ્ય રિંગ સેરેમની યોજી હતી. જેમાં જેફ બેઝોસે સાંચેઝને લગભગ 3-5 મિલિયન ડોલરની પ્લેટિનમ ડાયમંડ રિંગ આપીને પ્રપોઝ કર્યું હતું. જેમાં સમારોહમાં ઘણી જાણીતી હસ્તીઓ પણ હાજર રહી હતી.
આ પણ વાંચો --- Monsoon Makeup Tips : વરસાદમાં મેકઅપ ટકાવવાની શ્રેષ્ઠ રીતો, ત્વચાને આ રીતે રાખો ચમકદાર


