ઝારખંડના દિગ્ગજ BJP leader ને ફરી ધમકી મળી, PLFIના નામથી અપાઇ ધમકી
- ઝારખંડના દિગ્ગજ BJP leader ને ધમકી મળી
- PLFIના નામથી આપવામાં આવી ધમકી
- ભાજપ નેતા રમેશ સિંહને ધમકી અપાઇ
રાંચીમાં ભાજપના નેતા રમેશ સિંહને ફોન પર ધમકી આપવામાં આવી છે. ફરી એકવાર આતંકવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PLFI)ના નામે ભાજપ નેતા રમેશ સિંહને ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. ભાજપ રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય રમેશ સિંહને 1 સપ્ટેમ્બર, 2025ના રોજ બપોરે 2:15 વાગ્યે અજાણ્યા નંબર (94746 67147) પરથી ફોન આવ્યો હતો. કોલરે પોતાને PLFIનો સભ્ય ગણાવી, સંગઠનને મદદ ન કરવા બદલ ગંભીર પરિણામોની ધમકી આપી હતી. રમેશ સિંહે આ અંગે સુખદેવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, અને પોલીસે કોલરના નંબર અને ઓળખની તપાસ શરૂ કરી છે.
ઝારખંડના દિગ્ગજ BJP leader ને ધમકી મળી
નોંધનીય છે કે ફોન કરનાર વ્યક્તિએ પોતાને PLFI સંગઠનના સભ્ય તરીકે ઓળખાવીને કહ્યું હતું કે જો તમે વ્યવસાય કરવા માંગતા હો, તો તમારે સંગઠનને મદદ કરવી પડશે. અન્યથા પરિણામો ભોગવવા તૈયાર રહો.
આ ધમકીને ગંભીરતાથી લેતા, ભાજપ નેતાએ સુખદેવ નગર પોલીસ સ્ટેશનને જાણ કરી છે અને લેખિત અરજી આપીને જાન-માલની સુરક્ષા માટે અપીલ કરી છે.
BJP leader ને અગાઉ પણ ધમકી મળી છે
રમેશ કુમારે જણાવ્યું હતું કે અગાઉ ડિસેમ્બર 2024 માં પણ તેમને આવો જ ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં તેમને સંગઠનને સહયોગ આપવા માટે કહેવામાં આવ્યું હતું. તે સમયે પણ તેમણે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. અરજીના આધારે પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે.કોલ ડિટેલ્સ અને મોબાઇલ નંબર ટ્રેક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં ફોન કરનારની ઓળખ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: Supreme Court : TET પાસ કરો નહીંતર નોકરી છોડો ,શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ


