Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુકેશ અંબાણી સહિતના દિગ્ગજોએ આ સ્કૂલમાં કર્યો છે અભ્યાસ

ભારતમાં એકથી એક ચડિયાતી સ્કૂલ આવેલી છે. જેમાંથી કેટલીક શાળાઓ તો એવી છે જેની ફી ખૂબ જ મોંઘી હોય છે. આજે આપણે એવી જ એક મોંઘી સ્કૂલની વાત કરીશું. જેમાં મુકેશ અંબાણી જેવા દિગ્ગજોએ અભ્યાસ કર્યો છે. ખૂબ જ જૂની...
મુકેશ અંબાણી સહિતના દિગ્ગજોએ આ સ્કૂલમાં કર્યો છે અભ્યાસ
Advertisement

ભારતમાં એકથી એક ચડિયાતી સ્કૂલ આવેલી છે. જેમાંથી કેટલીક શાળાઓ તો એવી છે જેની ફી ખૂબ જ મોંઘી હોય છે. આજે આપણે એવી જ એક મોંઘી સ્કૂલની વાત કરીશું. જેમાં મુકેશ અંબાણી જેવા દિગ્ગજોએ અભ્યાસ કર્યો છે. ખૂબ જ જૂની એવી આ સ્કૂલની ફી સાંભળશો તો તમને ઝાટકો લાગશે. અહીં બાળકોના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવામાં આવે છે.

What makes fully residential schools safer than ordinary day schools- The  Scindia School, Gwalior shows the way – ThePrint –

Advertisement

આ સ્કૂલનું નામ છે ગ્વાલિયરમાં આવેલી સિંધિયા સ્કૂલ. અહીંથી દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, બોલીવુડ અભિનેતા સલમાન ખાન સહિતના દિગ્ગજોએ ભણ્યું છે. સિંધિયા સ્કૂલની ગણતરી દેશના સૌથી મોંઘી સ્કૂલોમાં થાય છે. આ બોય્ઝ બોર્ડિંગ સ્કૂલને મહારાજા માધવરાવ સિંધિયાએ 1897માં શરૂ કરી હતી. આ સ્કૂલમાં અનુરાગ કશ્યપ, સૂરજ બડજાત્યા પણ ભણ્યા છે.

Advertisement

In-School Services | The Scindia School

સિંધિયા સ્કૂલની ફી એટલી વધારે છે કે સામાન્ય માણસ અહીં તેના બાળકને ભણાવવાનું વિચારી પણ ન શકે. 120 વર્ષથી વધુ જૂની આ સ્કૂલ 110 એકરમાં ફેલાયેલી છે. જેમાં ભારતીય વિદ્યાર્થીઓ માટેની વાર્ષિક ફી લગભગ 13 લાખ 25 હજાર રૂપિયા છે. જ્યારે સુરક્ષા દળના કર્મચારીઓ માટે 8 લાખ 50 હજાર રૂપિયા વાર્ષિક છે. તો NRI વિદ્યાર્થીએ 15 લાખથી વધુ ચૂકવવા પડશે.

Scindia School - Wikipedia

ભલે આ સ્કૂલની ફી વધારે છે પરંતુ તેની સામે અહીં સુવિધાઓ પણ આપવામાં આવે છે. ગ્વાલિયરની ભીડથી દૂર પ્રાકૃતિક સૌંદર્યની સાથે આ સ્કૂલ બની છે. જે વાસ્તુકલાનો બેનમૂન નમૂનો છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે 22 મેદાન છે. જેમાં ક્રિકેટ, લોન ટેનિસ, સ્વિમિંગ પુલ, હોર્સ રાઈડિંગની સાથે ઈન્ડોર ગેમ્સ પણ છે.

આ પણ  વાંચો- અંબાણીએ પોતાના દીકરા માટે દુબઈમાં ખરીદ્યો રાજ મહેલ જેવો ભવ્યવિલા, જુઓ તસવીરો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×