Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vibrant Gujarat : અમારો વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ ગુજરાતમાં બનશે : લક્ષ્મી મિત્તલ

Vibrant Gujarat :  ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થયો છે. જેમાં ત્રિદિવસીય સમિટનું ગાંધીનગરમાં આયોજન કરાયું છે. PM નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ સમિટનો (VibrantGujarat) પ્રારંભ કરાવ્યો છે. જેમાં 28 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે વાયબ્રન્ટ સમિટમાં જોડાયા છે. તેમજ 14 સંસ્થાઓએ પાર્ટનર...
vibrant gujarat   અમારો વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ ગુજરાતમાં બનશે   લક્ષ્મી મિત્તલ
Advertisement

Vibrant Gujarat :  ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થયો છે. જેમાં ત્રિદિવસીય સમિટનું ગાંધીનગરમાં આયોજન કરાયું છે. PM નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ સમિટનો (VibrantGujarat) પ્રારંભ કરાવ્યો છે. જેમાં 28 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે વાયબ્રન્ટ સમિટમાં જોડાયા છે. તેમજ 14 સંસ્થાઓએ પાર્ટનર તરીકે વાયબ્રન્ટ સમિટમાં જોડાઇ છે.ત્યારે લક્ષ્મી મિત્તલે સંબોધન કરતા જણવ્યું કે હું વાઇબ્રન્ટ ગુજરાતની 20મી વર્ષગાંઠ માટે અહીં આવ્યો હતો અને કલ્પના અને પ્રક્રિયાની સાતત્યના આધારે સંસ્થાકીય માળખું મળ્યું છે

Advertisement

Advertisement

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ પર કાર્યક્રમ યોજાઇ રહ્યો છે

અમૃત કાળમાં પ્રથમ વાયબ્રન્ટ સમિટનું આયોજન છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ પર કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. 2003માં પ્રથમ વાયબ્રન્ટ સમિટનું આયોજન (VibrantGujarat) કરાયું હતું. આજે પ્રથમ દિવસે વિવિધ વિષયો પર સેમિનારનું આયોજન કરાશે. એરક્રાફ્ટ-આનુષંગિક મેન્યુફેક્ચરિંગ સંભાવનાઓ મુદ્દે સેમિનાર, ગતિ શક્તિ પ્રોજેક્ટ મુદ્દે સેમિનારનું આયોજન થશે. ધોલેરાને ગ્રીનફિલ્ડ સ્માર્ટસિટી ફોર સ્માર્ટ બિઝનેશ મુદ્દે સેમિનાર થશે.

બીજા તબક્કા પછી 24 મિલિયન ટન સ્ટીલ ગુજરાતમાં બનશે

ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2024માં આવેલ લક્ષ્મી મિત્તલે જણાવ્યું છે કે અમે રિન્યુઅલ એનર્જીમાં રોકાણ તરફ છીએ. અમારો વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ ગુજરાતમાં બની રહેશે. બીજા તબક્કા પછી 24 મિલિયન ટન સ્ટીલ ગુજરાતમાં બનશે. એક્સ્ટેન્શન કરી રહ્યા છીએ 2026 સુધી કામ પૂર્ણ થશે. ગ્લોબલ ટેક્નોલોજી સાથે હાઈએન્ડ પ્રોડક્ટ ડેવલપ છે. ગત વર્ષે હું ગુજરાત આવ્યો હતો. PMએ વાયબ્રન્ટ ગુજરાત બાબતે ચર્ચા કરી હતી. સ્ટીલ દેશની આત્મનિર્ભરતામાં મહત્વનો ભાગ ભજવે છે. તમામ સેક્ટરમાં સ્ટીલ પ્રોડક્ટનો વધારે ઉપયોગ થાય છે. અમારો હજીરાનો બીજો પ્રોજેક્ટ 2029 પૂર્ણ થશે.અમારું સ્ટીલ સિવાય ગ્રીન એનર્જીમાં પણ રોકાણ છે. તેમજ PMના સ્વપ્નને પૂર્ણ કરવામાં અમે મદદરૂપ થઈશું.

આ પણ વાંચો - vibrant summit 2024 : વાઈબ્રન્ટ સમિટના આર્કિટેક્ટ વડાપ્રધાન મોદી: CM ભૂપેન્દ્ર પટેલ

Tags :
Advertisement

.

×