Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VICE PRESIDENT OF INDIA જગદીપ ધનખડનું રાજીનામું

VICE PRESIDENT OF INDIA RESIGN : 'સંસદના તમામ માનનીય સભ્યો તરફથી મને મળેલો પ્રેમ, વિશ્વાસ અને આદર હૃદયમાં જીવનભર રહેશે.
vice president of india જગદીપ ધનખડનું રાજીનામું
Advertisement

VICE PRESIDENT OF INDIA RESIGN : ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે (JAGDEEP DHANKHAR RESIGN) તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને (PRESIDENT OF INDIA - DRAUPADI MURMU) સંબોધિત પત્રમાં સ્વાસ્થ્ય કારણો અને તબીબી સલાહનો ઉલ્લેખ કરીને બંધારણની કલમ 67(a) હેઠળ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ મુર્મુને સંબોધિત પોતાના પત્રમાં, જગદીપ ધનખડે લખ્યું, 'સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા અને તબીબી સલાહનું પાલન કરીને, હું તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.' તેમણે રાષ્ટ્રપતિનો તેમના સહયોગ અને સૌહાર્દપૂર્ણ સંબંધો બદલ આભાર માન્યો છે. તેમણે પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદના સમર્થન અને માર્ગદર્શન બદલ આભાર પણ વ્યક્ત કર્યો છે.

મારા માટે સૌભાગ્ય અને સંતોષની વાત

જગદીપ ધનખડે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે, 'સંસદના તમામ માનનીય સભ્યો તરફથી મને મળેલો પ્રેમ, વિશ્વાસ અને આદર મારા હૃદયમાં જીવનભર રહેશે.' ઉપરાષ્ટ્રપતિ તરીકેના પોતાના કાર્યકાળને યાદ કરતાં તેમણે કહ્યું, 'આ મહાન લોકશાહીમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે મને મળેલા અનુભવો અને દ્રષ્ટિકોણ માટે હું ખૂબ આભારી છું. ભારતના આર્થિક વિકાસ અને અભૂતપૂર્વ પરિવર્તનના તબક્કાને જોવું મારા માટે સૌભાગ્ય અને સંતોષની વાત રહી છે. તેમણે ભારતના વૈશ્વિક ઉદય અને ઉજ્જવળ ભવિષ્યમાં અતૂટ વિશ્વાસ વ્યક્ત કરીને પોતાનું રાજીનામું પૂરું કર્યું છે.

Advertisement

ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા

જગદીપ ધનખડ 2022 માં ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમણે 6 ઓગસ્ટ, 2022 ના રોજ યોજાયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાને હરાવ્યા હતા. જગદીપ ધનખડને કુલ 725 માંથી 528 મત મળ્યા હતા, જ્યારે માર્ગારેટ આલ્વાને 182 મત મળ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા. જગદીપ ધનખરનો જન્મ ૧૮ મે, ૧૯૫૧ના રોજ રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લામાં એક સરળ ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ ગામડાની શાળામાંથી પૂર્ણ કર્યું. આ પછી તે ચિત્તોડગઢ સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરવા ગયો. ધનખરની રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી માટે પસંદગી થઈ હતી, પરંતુ તે ગયા ન્હતા.

Advertisement

આ પણ વાંચો ---- Reel બનાવો, ઇનામ જીતો! સરકારની અનોખી સ્પર્ધા; આ રીતે કરો Apply

Tags :
Advertisement

.

×