મોરારીબાપુના ગામ તલગાજરડાનો વીડિયો વાયરલ,સંપ્રદાયના સાધુને ગામમાં પ્રવેશતા રોકવામાં આવ્યા!
- મોરારીબાપુ ના ગામ તલગાજરડાનો વીડિયો વાયરલ
- હરિભક્તને ત્યાં આવતા એક સાધુને રોકવાનો વીડિયો વાયરલ
- ગામના સરપંચ હાથ જોડીને ગામમાં ન પ્રવેશવા કહી રહ્યા છે
- સરપંચની સાથે કેટલાંક ગ્રામજનો પણ સાધુને રોકતા જોવા મળ્યા
- આખું ગામ સનાતની છે તેવું કારણ સાધુને આપવામાં આવ્યું
પ્રખ્યાત રામકથાકાર મોરારીબાપુના જન્મસ્થાન તલગાજરડા ગામમાં એક સંપ્રદાયના સાધુને ગામમાં પ્રવેશતા રોકવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ગામના સરપંચ અને કેટલાક ગ્રામજનો હાથ જોડીને સાધુને ગામમાં ન આવવાની વિનંતી કરતા જોવા મળે છે. સંપ્રદાયના સાધુને હરિભક્તના ત્યાં જતા રોકવામાં આવ્યા હતા. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યું છે.
મોરારીબાપુ ના ગામ તલગાજરડામાં સંપ્રદાયના સાધુને રોકવામાં આવ્યા
નોંધનીય છે કે મોરારી બાપુના ગામનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે, બાપુના ગામમાં એક સંપ્રદાયના સાધુને પ્રવેશતા રોકવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર તલગાજરડાના ગામના સરપંચે સંપ્રદાયના સાધુને હરિભક્તના ત્યાં જતા હતા ત્યારે હાથ જોડીને સાધુને ગામમાં ન પ્રવેશ માટે વિનંતી કરી હતી, તેમણે કહ્યું કે આખું ગામ સનાતની હોવાથી સંપ્રદાય સાધુને ગામમાં ન પ્રવેશવાની અરજ કરી હતી. આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
મોરારીબાપુના ગામ તલગાજરડાનો વીડિયો વાયરલ
હરિભક્તને ત્યાં આવતા એક સાધુને રોકવાનો વીડિયો વાયરલ
ગામના સરપંચ હાથ જોડીને ગામમાં ન પ્રવેશવા કહી રહ્યા છે
સરપંચની સાથે કેટલાંક ગ્રામજનો પણ સાધુને રોકતા જોવા મળ્યા
આખું ગામ સનાતની છે તેવું કારણ સાધુને આપવામાં આવ્યું
અગાઉની ઘટનાને સાંકળીને… pic.twitter.com/o4geazjomf— Gujarat First (@GujaratFirst) September 15, 2025
મોરારીબાપુ ના ગામ તલગાજરડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ઉલ્લેખનીય છે કે સાધુને ન પ્રવેશવા દેવાની ચર્ચા હાલ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે, આ સાધુ ને મોરારીબાપુના જન્મસ્થાન તલગાજરડા ગામમાં પ્રવેશવા ન દેવા પાછળ અગાઉની ઘટના કારણભૂત હોવાની ચર્ચા ચાલી રહી છે.સંપ્રદાયના સાધુને આ રીતે રોકવાનું કેટલું યોગ્ય છે તેવી ચર્ચા હાલ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે.


