ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Video: Uber બાઈક ડ્રાઈવર દર મહિને કરે છે આટલી કમાણી, આંકડો જાણીને ચોંકી જશો!

સોશિયલ મીડિયામાં Uber Bik ડ્રાઈવર વિડીયો થયો વાયરલ વ્યક્તિએ પોતાની બાઈક ડ્રાઈવિંગથી 85000  આવક  કરી લોકોએ  બાઇક ડ્રાઈવરની કમાણી જાણીને  ચોંકી   ગયા હતા   Uber Bike Rider Viral Video: સોશિયલ મીડિયામાં હાલ એક ઉબર બાઈક ડ્રાઈવરનો વીડિયો વાયરલ થઈ...
01:18 PM Dec 09, 2024 IST | Hiren Dave
સોશિયલ મીડિયામાં Uber Bik ડ્રાઈવર વિડીયો થયો વાયરલ વ્યક્તિએ પોતાની બાઈક ડ્રાઈવિંગથી 85000  આવક  કરી લોકોએ  બાઇક ડ્રાઈવરની કમાણી જાણીને  ચોંકી   ગયા હતા   Uber Bike Rider Viral Video: સોશિયલ મીડિયામાં હાલ એક ઉબર બાઈક ડ્રાઈવરનો વીડિયો વાયરલ થઈ...
Uber driver

 

Uber Bike Rider Viral Video: સોશિયલ મીડિયામાં હાલ એક ઉબર બાઈક ડ્રાઈવરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેનું કારણ છે - તેની મહિનાની કમાણી. વીડિયોમાં વ્યક્તિએ પોતાની બાઈક ડ્રાઈવિંગથી થતી આવક 85000 કહેતા લોકો આશ્ચર્યમાં પડી ગયા છે.

 

ઉબર બાઈક ડ્રાઈવરનો વીડિયો વાયરલ

એક બાઈકસવારે આ બાઈક ડ્રાઈવરનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં ઉબર બાઈક ડ્રાઈવરે કહ્યું કે તે દિવસમાં 13 કલાક કામ કરે છે. આ સાંભળીને ગ્રાહકે કહ્યું કે આટલું તો અમે પણ નથી કમાતા. આ વીડિયો બેંગ્લોરનો હોવાનું સામે આવ્યું છે. જો કે આ વીડિયો એક મીમ પેજ પર પોસ્ટ થયો હતો. તેથી તેની સત્યતાની પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ  વાંચો -Vivo નો 34000 નો ફોન મળી રહ્યો છે માત્ર 500 માં, Flipkart ની ભયાનક ઓફર

બાઈક ડ્રાઈવરે કહ્યું કે તે મહિને 80000 થી વધુ પૈસા કમાય છે. તે પોતાની મરજીનો માલિક છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે કામ કરે છે. ગ્રાહકે કહ્યું કે તે પણ તેના જેટલું નથી કમાતો જેટલું તમે બાઈક ચલાવીને કમાઈ લો છો. બાઈક ડ્રાઈવરે કહ્યું કે આટલું કામ કરવા પર થાક તો જરુર લાગે છે. પરંતુ આટલી સેલેરી કોઈ કંપની નથી આપતી. હું મહેનત કરીને આ મુકામ પર પહોચ્યો છું.

આ પણ  વાંચો -VIDEO : લાખોના ઘરેણાં જાહેરમાં પડી રહ્યાં તોય કોઈએ ના ઉપાડ્યા... શહેરની ઈમાનદારીથી લોકો હેરાન

સોશિયલ મીડિયા પર છવાયો વીડિયો

વીડિયોને અત્યાર સુધી 80 લાખ લોકો જોઈ ચુક્યા છે. જેમાં અનેક લોકો કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે તે આદમી ફેંકી રહ્યો છે. તેના ચક્કરમાં નોકરી ન છોડી દેતા. તો અન્ય યુઝરે કહ્યું કે 80 હજાર રુપિયામાં તો 20 - 25 હજારનું પેટ્રોલ થઈ જતું હશે.

Tags :
Bike driversEarn this muchhow much rapido rider earn monthlyrapido bike rider monthly salaryShockedSocial MediaTrendinguber bike rider Bangalore newsuber bike rider Bangalore videouber bike rider bangalore viral videouber bike rider earn monthlyuber bike rider earningsuber bike rider monthly salaryuber bike rider salaryuber bike rider salary perviral video
Next Article