VIDEO: મહારાષ્ટ્રના સતારામાં રીલના ચક્કરમાં 300 ફૂટ ઊંડી ખાઈમાં પડ્યો યુવક
- મહારાષ્ટ્રના સતારામાં કારથી સિનસપાટા ભારે પડ્યાં!
- પહાડ પર સિનસપાટા કરવા જતાં કાર ખીણમાં ખાબકી
- ગુજરવાડી ટેબલટોપ પોઈન્ટ પર સ્ટંટ દરમિયાન દુર્ઘટના
- 300 ફૂટ ઊંડી ખીણમાં ચાલક સહિત કાર ખાબકી
- દુર્ઘટનામાં 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત, ચાલકની હાલત ગંભીર
Satara Accident VIDEO: મહારાષ્ટ્રના (Maharashtra)સતારા (Satara)જિલ્લામાંથી કાર સ્ટંટનો એક ખૌફનાક (Viral Video)વીડિયો સામે આવ્યો છે. કેટલાક યુવકો વાઘપુર પઠાર વિસ્તારમાં ટેબલ પોઈન્ટ પર ફરવા આવ્યા હતા. તેઓ રીલ શૂટ કરી રહ્યા હતા ત્યારે કાર ચલાવી રહેલો યુવક કાર સાથે 300 ફુટ ઊંડી ખાઈમાં ખાબક્યો હતો.
300 ફુટ ઊંડી ખાઈમાં કાર સાથે ખાબક્યો યુવક
અહેવાલો અનુસાર ઘોલેશ્વરનો રહેવાસી સાહિલ તેના 4 મિત્રો સાથે પઠાર વિસ્તારમાં ટેબલ પોઈન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. આ સમયે તમામ મિત્રો કાર સાથે સ્ટંન્ટ કરી રહ્યા હતા અને રીલ શૂટ કરી રહ્યા હતા. સાહિલના તમામ મિત્રો શુટિંગ માટે નીચે ઉતર્યા અને વીડિયો ઉતારી રહ્યા હતા.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
સાહિલે કાર સાથે સ્ટંન્ટ કરી રહ્યો હતો. આ દરમિયાન તેનું બેલેન્સ બગડ્યું અને કાર લપસીને સીધી 300 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી. જો કે સાહિલ બચી ગયો. કારણ કે કાર વચ્ચે ફસાઈ ગઈ હતી, સાવ નીચે ખાબકી ન હતી. સાહિલને માથામાં ગંભીર ઈજા થઈ છે, તેની સારવાર ચાલી રહી છે. જાણ થતાં પાટણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


