Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિદ્યા બાલને 'પા'ની સ્ક્રીપ્ટ મિત્રોને કરી દીધી હતી શેર, શા માટે આવું કર્યું, વાંચો રસપ્રદ કિસ્સો

બોલિવૂડના બે શ્રેષ્ઠ કલાકારોને પડદા પર એકસાથે જોવું એ કોઈપણ સિનેફાઈલ માટે કોઈ ટ્રીટ કરતાં ઓછું નથી. પરંતુ ક્યારેક બે મહાન કલાકારો સાથે કામ કરવું પડકારજનક હોય છે. 2009ની ફિલ્મ 'પા'માં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. જ્યારે વિદ્યા...
વિદ્યા બાલને  પા ની સ્ક્રીપ્ટ મિત્રોને કરી દીધી હતી શેર  શા માટે આવું કર્યું  વાંચો રસપ્રદ કિસ્સો
Advertisement

બોલિવૂડના બે શ્રેષ્ઠ કલાકારોને પડદા પર એકસાથે જોવું એ કોઈપણ સિનેફાઈલ માટે કોઈ ટ્રીટ કરતાં ઓછું નથી. પરંતુ ક્યારેક બે મહાન કલાકારો સાથે કામ કરવું પડકારજનક હોય છે. 2009ની ફિલ્મ 'પા'માં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. જ્યારે વિદ્યા બાલન (Vidya Balan) અને અમિતાભ બચ્ચન (amitab bacchan)નું અદ્ભુત પ્રદર્શન ચાહકો માટે એક ટ્રીટ હતું, ત્યારે અભિનેત્રી માટે બિગ બીની માતાની ભૂમિકા ભજવવી મુશ્કેલ હતી. આ વાત અમે નહીં પરંતુ વિદ્યા બાલને પોતે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહી છે. અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે જ્યારે આર બાલ્કી તેને રોલ ઓફર કરવા આવ્યો ત્યારે તેને કેવું લાગ્યું.Image previewપોતાના અભિનયથી બધાના દિલ જીતી લેનારી અભિનેત્રી વિદ્યા બાલને તાજેતરમાં 2009માં આવેલી ફિલ્મ 'પા' વિશે ખુલીને વાત કરી હતી. અભિનેત્રી કહે છે કે 'પા'માં અમિતાભ બચ્ચનની માતાનું પાત્ર ભજવવું તેના માટે સરળ નહોતું અને તેને આ ફિલ્મ માટે સંમત થવામાં ઘણો સમય લાગ્યો હતો. આર બાલ્કી દ્વારા નિર્દેશિત 'પા'માં અમિતાભન 12 વર્ષના છોકરાની ભૂમિકામાં જોવા મળ્યા હતા જે તેની ઉંમર કરતા ઘણો મોટો દેખાય છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, વિદ્યાએ ખુલાસો કર્યો હતો કે જ્યારે તેમને ફિલ્મની ઓફર કરવામાં આવી હતી, ત્યારે તેમણે કેટલાક મિત્રોને સ્ક્રિપ્ટ મોકલી હતી અને તેમના માટે હા કહેતા પહેલા તેમના અભિપ્રાયની રાહ જોઈ હતી.

Image previewવિદ્યાએ એક મીડિયા સંસ્થાને કહ્યું, 'મને તે ફિલ્મ માટે હા કહેતા ઘણો સમય લાગ્યો. કારણ કે જ્યારે બાલ્કી (R Balki) મારી પાસે આવ્યા ત્યારે સૌથી પહેલી વાત મારા મગજમાં આવી કે આ કેવા પ્રકારની વાર્તા છે ? તે પાગલ છે અને તે મારી પાસે અમિતાભ બચ્ચનની માતાનો રોલ કરવા કેમ આવશે ? આ એકમાત્ર સ્ક્રિપ્ટ હતી જે મેં મારા કેટલાક મિત્રો સાથે શેર કરી હતી. પરંતુ પછી જ્યારે મારા મગજમાં વસ્તુઓ ક્લિયર થઈ ગઈ, ત્યારે મને સમજાયું કે તે એક મહાન સ્ક્રિપ્ટ છે.વિદ્યા બાલને વધુમાં ઉમેર્યું હતું કે, 'એક અભિનેત્રી તરીકે, હું આ માટે હા કહેવા માંગતી હતી, પરંતુ હું ઇચ્છતી હતી કે કેટલાક લોકો તેને વાંચે અને મને જણાવે કે તેઓ સ્ક્રિપ્ટ વિશે શું વિચારે છે. જ્યારે બધાનો જવાબ મને આવ્યો ત્યારે બધાની પ્રતિક્રિયા એવી હતી કે તમારે આ કરવું જોઈએ. પરંતુ તેમ છતાં મને હા કહેવા માટે થોડો સમય લાગ્યો. વાસ્તવમાં, વિદ્યા આ ફિલ્મમાં અમિતાભની માતાની ભૂમિકા ભજવવા માટે અનિચ્છા અનુભવતી હતી કારણ કે બંનેની ઉંમરમાં ઘણો તફાવત હતો.ફિલ્મ 'પા' વિશે વાત કરીએ તો, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન અભિનીત ફિલ્મ બ્લોકબસ્ટર ન હતી, પરંતુ તે દરેકના હૃદયને સ્પર્શી ગઈ હતી. આર બાલ્કી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે, આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની ભૂમિકાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ભૂમિકા માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×