VIETNAM માં FLOOD થી મોટું નુકશાન, 8 ના મોત, 700 થી વધુ લોકો બચાવકાર્યમાં તૈનાત
- વિએતનામમાં વાવાઝોડા વિફા બાદ નવી આફત સામે આવી
- એક નુકશાનમાંથી દેશ બહાર આવે તે પહેલા બીજુ નુકશાન માથે આવ્યું
- તમામ લોકો સુધી મદદ પહોંચે તેવા પ્રયત્નો કરવા માટેના સ્પષ્ટ સૂચન અપાયા
VIETNEM FLOOD : શનિવારે બપોર સુધીમાં સામે આવેલાઅહેવાલો અનુસાર, વિએતનામ (VIETNAM FLOOD) માં પૂર અને ભૂસ્ખલનને કારણે લગભગ 60 ઘરો વહી ગયા છે, અને અનેકને મોટું નુકસાન થયું છે. ડીએન બિએન પ્રાંતના લગભગ 30 ગામોનો બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો છે, કારણ કે પૂરના કારણે રસ્તાઓ અને પુલો નાશ પામ્યા છે. વિયેતનામ ડિઝાસ્ટર એન્ડ ડાઈક મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, ગુમ થયેલા લોકો માટે શોધ અને રાહત કામગીરી માટે 700 થી વધુ સુરક્ષા કર્મચારીઓ, સૈન્ય, સ્થાનિક સ્વયંસેવકો અને સંગઠનોના સભ્યોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ટીમો બચી ગયેલા લોકોને બચાવવા અને રાહત સામગ્રી પહોંચાડવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. આ ઘટનાક્રમમાં અત્યાર સુધીમાં 8 થી વધુ લોકોન મોત અને 5 થી વધુ લોકો ગુમ થયા હોવાનનું સામે આવ્યું છે. જો કે, પરિસ્થિતી જોતા આ આંક આવનાર સમયમાં વધી શકે છે.
ટાયફૂન વિફા'માં 88 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો
શનિવારે વિયેતનામના નાયબ પ્રધાનમંત્રી ત્રાન હોંગ હાએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે સ્થાનિક અધિકારીઓને સૂચના આપી કે, કોઈપણ નાગરિકને ભૂખ્યા, અજાણ કે એકલા ના રહેવા દેવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે, રાહત કાર્યકરો અને પૂર પીડિતોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. આ પૂર 'ટાયફૂન વિફા' પછી આવ્યું છે, જેણે થોડા અઠવાડિયા પહેલા વિયેતનામના હંગ યેન અને નિન્હ બિન્હ પ્રાંતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી હતી. 'ટાયફૂન વિફા'માં 88 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જે બ્યુફોર્ટ સ્કેલના સ્તર 8-9 ની શ્રેણીમાં આવે છે.
ડીએન બિએન પ્રાંતમાં એક ઝૂલતો પુલ તૂટી પડ્યો
આ વાવાઝોડાને કારણે ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. ડીએન બિએન પ્રાંતમાં એક ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત, હંગ યેનના ટિએન હૈ સમુદાયમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. દરમિયાન, મધ્ય પ્રાંતોમાં 150 થી 200 મીમી વરસાદ નોંધાયો હતો. ટાયફૂન વિફાની અસરને કારણે 357 ઘરોને નુકસાન થયું હતું અને સમગ્ર પ્રાંતમાં 400 હેક્ટરથી વધુ ચોખાના ખેતરો અને અન્ય પાક ડૂબી ગયા હતા.
આ પણ વાંચો ---- કોરોનાથી લઈને મહાભૂકંપ સુધી : જાપાની બાબાવેંગાની વાયરલ ભવિષ્યવાણીનો શું છે અસલી રહસ્ય?


