લંચ ડેટ એન્જોય કરતા જોવા મળ્યું સાઉથનું ફેમસ કપલ, શું અફવાઓની પુષ્ટિ થઈ?
- તાજેતરમાં Vijay અને Rashmika લંચ ડેટ કરતા જોવા મળ્યા
- Rashmika એકદમ કેઝ્યુઅલ કપડામાં જોવા મળી રહી છે
- બંને તરફથી આ અફવાઓ પર કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી
Vijay And Rashmika spotted on date : ભારતીય સિનેમા જગતમાં કામ કરતા અનેક અભિનેત્રી અને અભિનેતાઓ ફિલ્મોમાં પતિ-પત્ની બન્યા બાદ રિયલ લાઈફમાં પણ લગ્નજીવનની શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આ ત્યારે જ શક્ય બન્યું છે, જ્યારે તેમની જોડીને ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન ખુબ જ નામના મળતી હોય. આ અનેક લોકોના નામ સામેલ છે. ત્યારે આ યાદીમાં વધુ એક કપલે પોતાનું નામ નોંધાવાની કગાર પર છે. જોકે આ બંને વ્યક્તિઓ વિશે લાંબાગાળાથી ડેડિંગની અને અફેરની અફવાઓ આવી રહી હતી.
તાજેતરમાં Vijay અને Rashmika લંચ ડેટ કરતા જોવા મળ્યા
એક અહેવાલ અનુસાર, આજરોજ સામે આવેલી તસવીરોએ આ કપલની પોલ ખોલી નાખી છે. તે ઉપરાંત તમામ અફવાઓ પર પણ મહોર લગાવી છે. તાજેતરમાં સાઉથના સુપરસ્ટાર Vijay Deverakonda અને નેશનલ ક્રશ Rashmika Mandanna સાથે જોવા મળ્યા હતા. જોકે Vijay Deverakonda અને Rashmika Mandannaના અફેરની અફવાઓ અનેક વર્ષોથી ચાલી રહી છે. ત્યારે તાજેતરમાં Vijay Deverakonda અને Rashmika Mandanna લંચ ડેટ કરતા જોવા મળ્યા હતા. ત્યારે ફરી એકવાર આ કપલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
આ પણ વાંચો: AR Rahman ના સમર્થનમાં આવી પત્ની Saira Banu, કહ્યું... મને તેમનામાં અતૂટ વિશ્વાસ!
Vijay Deverakonda and Rashmika spotted together 📷
byu/Even_Conversation_83 inBollyBlindsNGossip
Rashmika Mandanna એકદમ કેઝ્યુઅલ કપડામાં જોવા મળી
જોકે તાજેતરમાં ઈન્ટરનેટ ઉપર તસવીરો સામે આવી છે. આ તસવીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. તે ઉપરાંત લોકો આ તસવીરોમાં કપલને અભિનંદન પણ પાઠવી રહ્યા છે. કારણ કે... Vijay Deverakonda અને Rashmika Mandannaના ચાહકો તેમને સાથે જોઈને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટોમાં Rashmika Mandanna મંદન્ના એકદમ કેઝ્યુઅલ કપડામાં જોવા મળી રહી છે. તેથી કેટલાક લોકો તેને ઓળખી પણ શકતા નથી. જોકે Vijay Deverakonda સાથે જે ફોટો વાયરલ થયેલો છે, તેમાં Rashmika Mandannaનો પાછળનો ભાગ જોવા મળે છે.
View this post on Instagram
બંને તરફથી આ અફવાઓ પર કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી
પરંતુ Rashmika Mandannaનો આ કપડાંમાં જ એક ફન્ટ લૂકનો ફોટો પણ વાયરલ થયો છે. ત્યારે આ બંને તસવીરો ઉપર સત્ય સાબિત થયું છે કે, Vijay Deverakonda અને Rashmika Mandanna એકબીજાને ડેટ કરી રહ્યા છે. બીજી તરફ એક ઈન્ટરવ્યુમાં Vijay Deverakonda એ કહ્યું હતું કે હું 35 વર્ષનો થઈ ગયો છું અને શું તમને લાગે છે કે હું હજુ પણ સિંગલ છું. અભિનેતાના આ ઇન્ટરવ્યુ પછી, તેના સંબંધોની ચર્ચા વધુ તેજ બની હતી. હવે આના પછી તરત જ બંનેનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હજુ સુધી Vijay Deverakonda દેવરાકોંડા અને Rashmika Mandanna મંદન્ના બંને તરફથી આ અફવાઓ પર કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ પણ વાંચો: આ અભિનેત્રીઓએ ધર્મની સીમાને ઓળંગી મુસ્લિમ સાથે લગ્નજીવન શરૂ કર્યું હતું


