Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda: શિક્ષણ વિભાગમાં કૌભાંડની આશંકા!, 37 બરતરફ શિક્ષકોને ગુપ્ત રીતે ફરી નોકરીએ લીધાના આક્ષેપ, જાણો

Kheda જિલ્લા શિક્ષણ વિભાગમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. કોર્ટના આદેશથી 2022માં બરતરફ કરાયેલા બોગસ સર્ટીવાળા 37 શિક્ષકોને 'બંધ બારણે' ફરી નોકરી પર લેવાયા છે. ઓરિજિનલ સર્ટી વગર ઝેરોક્ષ પર ખરાઈ કરાઈ છે અને નોકરી સળંગ ગણી લાખોનો પગાર તફાવત ચૂકવાયો છે. લાયક વેટિંગ ઉમેદવારોને અન્યાય થતાં તપાસની માંગ ઉઠી  છે.
kheda  શિક્ષણ વિભાગમાં કૌભાંડની આશંકા   37 બરતરફ શિક્ષકોને ગુપ્ત રીતે ફરી નોકરીએ લીધાના આક્ષેપ  જાણો
Advertisement
  • Kheda શિક્ષણ વિભાગમાં વધુ એક વખત કૌભાંડની આશંકા
  • કોર્ટના આદેશથી છૂટાં કરેલ શિક્ષકોને પરત નોકરી ઉપર લેવાયા
  • વર્ષ 2022માં 37 શિક્ષકોને કરાયા હતા નોકરીમાંથી બરતરફ
  • ઓરીજીનલ સર્ટી ન હોવા છતાં ઝેરોક્ષ ઉપર ખરાઈ કરાઈ
  • નોકરી સળંગ ગણી લાખો રૂપિયાનો તફાવત પણ ચુકવાયો
  • બોગસ સર્ટી ઉપર નોકરી અને વધુ ભરતીમાં હતા સામેલ
  • વેઈટિંગ યાદીના ઉમેદવારોને લાભ આપવામાં ન આવ્યો

Kheda:ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ (Kheda District Education Department) ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ વખતે ગંભીર આક્ષેપો થયા છે. આરોપ છે કે વર્ષ 2022માં કોર્ટના આદેશ બાદ નોકરીમાંથી બરતરફ કરાયેલા 37 શિક્ષકોને (Teachers) જિલ્લા શિક્ષણ વિભાગે 'બંધ બારણે' ફરીથી નોકરી પર પરત લીધા છે. આ સમગ્ર પ્રક્રિયામાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાની અને મોટા કૌભાંડની આશંકા સેવાઇ રહી છે.

Kheda જીલ્લામાં બોગસ સર્ટીફિકેટથી નોકરી!

પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલો વર્ષ 2008ની ભરતી સાથે જોડાયેલો છે. આ સમયગાળા દરમિયાન ભરતી પ્રક્રિયામાં બોગસ શૈક્ષણિક પ્રમાણપત્રો (સર્ટી)ના આધારે આ 37 શિક્ષકોએ નોકરી મેળવી હતી. જ્યારે આ ગેરરીતિ સામે આવી, ત્યારે સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટના આદેશને પગલે આ શિક્ષકોને વર્ષ 2022માં નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

Advertisement

ગુપ્ત રીતે પુનઃ નિયુક્તિ!

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તાજેતરમાં જિલ્લા શિક્ષણ વિભાગે કોર્ટના આદેશને અવગણીને અને કોઈ સત્તાવાર જાહેર નોટિસ બહાર પાડ્યા વિના આ 37 શિક્ષકોને ફરીથી નોકરી પર પાછા લીધા છે. આ શિક્ષકોની પુનઃ નિયુક્તિ (Re-appointment of Teachers) પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ આચરવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, નોકરી પરત લેતી વખતે તેમની નોકરીનો ગાળો સળંગ ગણીને તેમને લાખો રૂપિયાનો પગાર તફાવત (Salary Arrears) પણ ચૂકવવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. જે શિક્ષકો વર્ષ 2022માં છૂટા થયા હતા, તેમને 2022 થી અત્યાર સુધીનો પગાર એકસાથે ચૂકવવામાં આવ્યો હોવાના આરોપ છે.

Advertisement

ઓરિજિનલ સર્ટી વગર ખરાઈ

આરોપ છે કે શિક્ષકો પાસે ઓરિજિનલ શૈક્ષણિક પ્રમાણપત્રો ન હોવા છતાં, માત્ર ઝેરોક્ષ નકલોના આધારે તેમની નોકરીની ખરાઈ કરી દેવામાં આવી હતી. નિયમ મુજબ, કોઈપણ પુનઃ નિયુક્તિ કે ભરતીમાં ઓરિજિનલ દસ્તાવેજોની ચકાસણી ફરજિયાત હોય છે, પરંતુ આ કિસ્સામાં તેને અવગણવામાં આવ્યું છે.

વેટિંગ લિસ્ટના ઉમેદવારોને અન્યાય

આ સમગ્ર પ્રકરણના કારણે લાયક અને યોગ્ય ઉમેદવારોને મોટો અન્યાય થયો છે. વર્ષ 2008ની ભરતી પ્રક્રિયામાં જે ઉમેદવારો વેટિંગ યાદી (Waiting List) માં હતા અને આ 37 શિક્ષકોના બરતરફ થવાથી તેમને નોકરી મળવાની આશા હતી, તેમને કોઈપણ પ્રકારનો લાભ આપવામાં આવ્યો નથી. આ શિક્ષકોને પુનઃ નિયુક્ત કરવાથી વેટિંગ લિસ્ટના ઉમેદવારોની તકો છીનવાઈ ગઈ છે. જિલ્લા શિક્ષણ વિભાગના આ નિર્ણયથી સમગ્ર ખેડા જિલ્લામાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચોઃ Ahmedabad: આ તે કેવી મિત્રતા મિત્રએ જ મિત્ર પર ફાયરિંગ કરી દીધું

Tags :
Advertisement

.

×