Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PoKમાં પાકિસ્તાન સરકાર સામે હિંસક વિરોધ પ્રદર્શન, બે લોકોના મોત, 22થી વધુ ઘાયલ

પાકિસ્તાન કબ્જા હેઠળના જમ્મુ-કાશ્મીર (PoK)માં મુઝફ્ફરાબાદ વિસ્તારમાં પાકિસ્તાન સરકાર સામે સોમવારે ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો
pokમાં પાકિસ્તાન સરકાર સામે હિંસક વિરોધ પ્રદર્શન  બે લોકોના મોત  22થી વધુ ઘાયલ
Advertisement
  • PoK માં પાકિસ્તાન સરકાર સામે હિંસક વિરોધ પ્રદર્શન
  • આ પ્રદર્શનમાં  બે લોકોના મોત, 22થી વધુ ઘાયલ થયા છે
  • PoKની પ્રજાના મૂળભૂત અધિકારીઓ છીનવી લેતા પ્રદર્શન થયા

પાકિસ્તાન કબ્જા હેઠળના જમ્મુ-કાશ્મીર ( PoK )માં મુઝફ્ફરાબાદ વિસ્તારમાં પાકિસ્તાન સરકાર સામે સોમવારે ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો.  આ વિરોધ પ્રદર્શને  હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સંઘર્ષમાં બે લોકોનાં મોત થયા છે. જ્યારે 22થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

PoK માં પાકિસ્તાન સરકાર સામે હિંસક વિરોધ પ્રદર્શન

નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં 'મૂળભૂત અધિકારો છીનવી લેવાના' (Violations of basic rights)ના મુદ્દે અવામી એક્શન કમિટીના નેતૃત્વ હેઠળ સમગ્ર PoKમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. વિરોધને પગલે બજારો અને દુકાનો સંપૂર્ણપણે બંધ રહી હતી. પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓમાં, પાકિસ્તાનમાં રહેતા કાશ્મીરી શરણાર્થીઓ માટે PoK વિધાનસભાની આરક્ષિત 12 બેઠકોને સમાપ્ત કરવાની માંગ પણ સામેલ છે. સ્થાનિક લોકોનો તર્ક છે કે આનાથી પ્રતિનિધિત્વ શાસન નબળું પડે છે.

Advertisement

PoK ની પ્રજાના મૂળભૂત અધિકારીઓ છીનવી લેતા ભારે બબાલ થઇ

ઉલ્લેખનીય છે કે અહીં સતત બીજા દિવસે ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન સેવાઓ સ્થગિત રહી હતી. પબ્લિક એક્શન કમિટીએ પાકિસ્તાન સરકારને ચેતવણી આપી છે કે તેઓ ટૂંક સમયમાં એક મોટી રેલીનું આયોજન કરશે.અહીંની પરિસ્થિતિનો તાજેતરમાં જિનીવા ખાતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ની 60મી બેઠકમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે PoK ના લોકો પાકિસ્તાન સરકારના આતંકવાદી એજન્ડાને કારણે ખૂબ પીડિત છે.

Advertisement

આ પણ વાંચો:   Kashmir માં પહેલગામ હુમલા બાદ બંધ કરાયેલા સાત પર્યટક સ્થળો ફરી ખુલ્યા, LG મનોજ સિન્હાએ આપ્યા આદેશ

Tags :
Advertisement

.

×