ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Cheating: સુરતીઓને લલચાવી 2.86 કરોડનું સ્કેમ...

પુણેની કંપનીમાં સુરતીઓના નાણા ડૂબ્યા કંપનીએ કર્યું 200 કરોડનું ઉઠમણું વિપ્સ ગ્રૂપ ઓફ કંપની આપતી હતી લોભામણી સ્કીમ દર મહિને 3 ટકા રિટર્ન આપવાની આપતી હતી સ્કીમ રોકાણકારોને વિશ્વાસમાં લેવા વિદેશની ટૂર કરાવી થાઈલેન્ડ, દુબઈ અને સિંગાપોરની કરાવી હતી...
09:59 AM Sep 15, 2024 IST | Vipul Pandya
પુણેની કંપનીમાં સુરતીઓના નાણા ડૂબ્યા કંપનીએ કર્યું 200 કરોડનું ઉઠમણું વિપ્સ ગ્રૂપ ઓફ કંપની આપતી હતી લોભામણી સ્કીમ દર મહિને 3 ટકા રિટર્ન આપવાની આપતી હતી સ્કીમ રોકાણકારોને વિશ્વાસમાં લેવા વિદેશની ટૂર કરાવી થાઈલેન્ડ, દુબઈ અને સિંગાપોરની કરાવી હતી...
Cheating pc google

Cheating : સુરતના પૂણેની કંપનીમાં સુરતીઓના નાણા ડૂબી ગયા છે. પૂણેની કંપનીએ લોકોને 3 ટકા રિટર્નની લાલચ આપી લોકો સાથે 2.86 કરોડની છેતરપિંડી (Cheating) કરી છે. આ મામલે ફુલેકુ ફેરવનાર કંપનીના ડિરેક્ટર અને એજન્ટ સહિત 7 સામે ઉમરા પોલીસમાં ફિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી છે. ઇડીને પણ તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે કંપનીએ 125 કરોડ હવાલા મારફતે વિદેશમાં મોકલ્યા હતા.

પૂણેની વિપ્સ ગ્રૂપ ઓફ કંપની લોકોને લોભામણી સ્કીમ આપતી હતી

પુણેની કંપનીમાં સુરતીઓના નાણા ડૂબ્યા છે. પૂણેની વિપ્સ ગ્રૂપ ઓફ કંપની લોકોને લોભામણી સ્કીમ આપતી હતી અને દર મહિને 3 ટકા રિટર્ન આપવાની લાલચ આપતી હતી. ઉપરાંત કંપનીએ રોકાણકારોને વિશ્વાસમાં લેવા વિદેશની પણ ટૂર કરાવી હતી. રોકાણકારોને થાઈલેન્ડ, દુબઈ અને સિંગાપોરની ટૂર કરાવી હતી.

આ પણ વાંચો---Surat Policeની મોટી કામગીરી, પથ્થરમારો કરનારા 14 આરોપીઓને ઝડપી પાડ્યા

સુરતના નવ લોકોના 2.86 કરોડ રૂપિયા ફસાયા

આ સ્કેમમાં સુરતના નવ લોકોના 2.86 કરોડ રૂપિયા ફસાયા છે. આ મામલે કંપનીના ડિરેક્ટર અને એજન્ટ સહિત 7 સામે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર કેસની તપાસ ઇકો સેલને સોંપાઇ છે. ઇકો સેલે એજન્ટની ધરપકડ કરી તેના 19 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

કંપનીએ 125 કરોડ હવાલા મારફતે વિદેશ મોકલી આપ્યા

કંપનીએ 125 કરોડ હવાલા મારફતે વિદેશ મોકલી આપ્યા હતા. ઇડીના ધ્યાન પર આવ્યું હતું કે કંપની દ્વારા વિવિધ સ્કીમના નામે લોકો પાસેથી નાણા ઉધરાવીને વિદેશ મોકલે છે. ફોરેક્ષ ટ્રેડિંગના નામે દુબઇમાં કાના કેપીટલના નામે કંપની બનાવી હતી અને ફોરેક્ષ ટ્રેડીંગના નામ લોકોને સારૂ વળતર આપવાની લાલચ આપીને વિદેશમાં બેંક ખાતામાં નાણા જમા કરાવી 125 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. 9ઓક્ટોબર 2023ના રોજ ઇડીના મદદનીશ નિયામકે કંપની પર છાપો મારીને કરોડની રકમ જપ્ત કરી હતી. ઇડીએ હવાલાકાંડ મામલે પુણેમાં ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો----Surat માં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો, કુલ 15 તબીબ ઝડપાયા

Tags :
cheatingedFraudSuratSurat PoliceUmra policeVips group of companies
Next Article