Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિરાટે આપી ફ્લાઇંગ કિસ..જે જોઇને અનુષ્કા પણ શરમાઇ ગઇ...!

રવિવારે ચેન્નાસ્વામી સ્ટોડિયમમાં  યોજાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની રોમાંચક મેચ દરમિયાન કંઇક એવી ઘટના બની કે દર્શકો પણ ખુશ થઇ ગયા હતા. IPL 2023ની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 7 રનથી હરાવ્યું હતું જેમાં મેદાનમાં રહેલા...
વિરાટે આપી ફ્લાઇંગ કિસ  જે જોઇને અનુષ્કા પણ શરમાઇ ગઇ
Advertisement
રવિવારે ચેન્નાસ્વામી સ્ટોડિયમમાં  યોજાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની રોમાંચક મેચ દરમિયાન કંઇક એવી ઘટના બની કે દર્શકો પણ ખુશ થઇ ગયા હતા. IPL 2023ની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 7 રનથી હરાવ્યું હતું જેમાં મેદાનમાં રહેલા વિરાટ કોહલીએ કેચ ઝડપી લીધા પછીપત્ની અનુષ્કા શર્માને ફ્લાઇીંગ કીસ આપી હતી જે જોઇને અનુષ્કા શર્મા પણ શરમાઇ ગઇ હતી.
કેચ પકડ્યા બાદ વિરાટે આપી ફ્લાઇંગ કિસ
રવિવારે આઇપીએલની 32મી મેચ RCB અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે યોજાઇ હતી જેમાં ફાફ ડુપ્લેસીસ ઇજાગ્રસ્ત હોવાથી વિરાટ કોહલીને કપ્તાનપદ આપવામાં આવ્યું હતું. દરમિયાન યશસ્વી જયસ્વાલનો કેચ વિરાટે ઝડપી લીધા બાદ વિરાટ કોહલી ફોર્મમાં આવી ગયો હતો અને તેણે સ્ટેડિયમમાં ઉપસ્થિત પત્ની અભિનેત્રી અનુષા શર્માને ફ્લાઇંગ કિસ આપી હતી. વિરાટ કોહલીની આ કિસ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ હતી. વિરાટની આ સ્ટાઇલ જોઇને એક તબક્કે અનુષ્કા શર્મા પણ શરમાઇ ગઇ હતી.   ચાહકોએ પણ વિરાટ કોહલીની કિસને વખાણી હતી.

સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ 
આ મેચમાં વિરાટે પોતાની આઇપીએલ કેરિયરમાં 100 કેચ પૂર્ણ કર્યા હતા અને આરસીબીના પહેલો ફિલ્ડર બન્યો હતો જેણે 100 કેચ પૂર્ણ કર્યા હતા. મેચની 14મી ઓવરમાં હર્ષલ પટેલના બોલ પર જયસ્વાલે સુંદર ફટકો માર્યો હતો પણ તે વિરાટ કોહલીને કેચ આપી બેઠો હતો. આ કેચ બાદ તેણે પત્ની અનુષ્કા શર્મા અને દર્શકોને ફ્લાઇંગ કિસ આપી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.

×