Viral video: કોલ્ડડ્રિન્કની બોટલ્સ સાથે ઉડાન, યુવકનો વીડિયો જોઈ થઈ જશો હેરાન
- આહો આશ્ચર્યમ્, કોલ્ડડ્રિન્કની બોટલ્સનો આવો ઉપયોગ!
- પગમાં બાંધીને બોટલ્સને બનાવી જેટપેક (Jetpack)
- યુવકના જુગાડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- ઠંડા પીણાની ભરેલી બોટલ આવું પણ કામ કરે!
Viral video અત્યારે લોકો ટેક્નોલોજી (Technology) ની સાથે સાથે આગળ વધી રહ્યા છે. લોકો જુગાડ કરીને અવનવા અખતરા પણ કરવામાં ખચકાતા નથી. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે જોઈને તમારા હોશ ઉડી જશે. અત્યારના જમાનામાં માણસને આકાશને આંબી લેવું છે. ઉડાન ભરવા માટે માણસે એવા એવા ઉપકરણો બનાવ્યા છે કે, જેના નામ લેતા લેતા તમે થાકી જશો. પણ તેની ગણતરી પૂર્ણ નહીં થાય. ટેક્નોલોજીના માધ્યમથી જેટપેક (Jetpack) નામનું ઉપકરણ બન્યું છે. આ એક એવું ઉપકરણ છે જેના ધારણ કર્યા પછી માણસ આકાશમાં ઉડવા લાગે છે.
આ પણ વાંચો- Gandhinagar: સશસ્ત્ર સેના ધ્વજ દિવસે CM Bhupendra patel એ વીર જવાનોના પરિવારો માટે ફાળો અર્પણ કર્યો
Viral video: Cold drink ની બોટલ્સ બની જેટપેક (Jetpack)
આપ સમજી શકો છો કે,આકાશમાં ઉડાન ભરવાની તમામ મનુષ્યની પરમ ઈચ્છા હોય છે. તે ઊંચે આકાશમાં ઉડવા માટે આતૂર હોય છે. તેવામાં આ જેટપેક મનુષ્ય (Human) ના સપનાને સાકાર કરી શકે છે. પરંતુ આ સાધન સૌકોઈ વસાવી શકે તેમ નથી હોતું. તેવામાં એક યુવકે બુદ્ધિનો ઉપયોગ કરીને એક એવો જુગાડ કર્યો છે કે, જેની મદદથી તે ઉડવા લાગે છે.
From snow removal to jet packs, human ingenuity knows no bounds.
Amazing what you can do with a few bottles of pop and some mentos!😁🤣🛩️ https://t.co/JMpJUOU50V pic.twitter.com/mDPCB7gCW2
— Ryan Cey (@RCEY28) December 6, 2025
જુગાડ એવો જે તમને વિચારતા કરી દેશે
યુવકે કોલ્ડ્રડ્રિન્ક (Cold drink) ની બોટલ્સને જ જેટપેક બનાવી દીધું. વાયરલ વીડિયો (Viral video) માં સ્પષ્ટ જોઈ શકાય છે. યુવકે બંને પગમાં ઠંડાપીણાની મોટી મોટી ત્રણ-ત્રણ બોટલ્સને ઊંધી બાંધી દીધી છે. અને એકસાથે બધી બોટલ્સના ઢાંકણા ખોલી નાખ્યા. જેનાથી થયું એવું કે, બોટલ્સમાં રહેલા ગેસના કારણે પ્રવાહી ઢોળાવા લાગે છે. અને ગેસના દબાણના કારણે યુવક ઉડવા લાગે છે. પરંતુ બોટલ્સમાં ભરેલું પ્રવાણી ખાલી થઈ ગયા પછી આ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ જાય છે. પ્રયાસ કરતી વખતે યુવક સેફ્ટિનું પણ ધ્યાન રાખે છે. તે માથામાં ઈજા ન પહોંચે માટે હેલ્મેટ પહેરે છે. આ વાયરલ વીડિયો ઘણા લોકોને પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચો- રોમાનિયામાં ડિવાઇડર વટાવીને બે વાહન ઉપર થઇને કાર ફંગોળાઇ, ચાલક સલામત


