Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral : સાડીનો પાલવ સળગાવીને મહિલાએ ઠુમકા માર્યા, લોકોએ ઝાટકણી કાઢી

Viral : આ અત્યંત જોખમી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર @more_fun_007 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે
viral   સાડીનો પાલવ સળગાવીને મહિલાએ ઠુમકા માર્યા  લોકોએ ઝાટકણી કાઢી
Advertisement
  • મહિલાનો સાડીમાં આગ લગાવીને નાચવાનો વીડિયો વાયરલ
  • મહિલાએ પોતાના જીવને જોખમમાં મુક્યો
  • યુઝર્સે આ પ્રકારના કિસ્સાઓમાં કાનુની કાર્યવાહી કરવા સુધીની ચેતવણી આપી

Viral : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા (Social Media) એ લોકોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ તો આપ્યું જ છે, પરંતુ તે કેટલાક લોકો માટે જોખમી અખતરાનું કારણ પણ બની રહ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે, જેણે લોકોને વિચારમાં મુકી દીધા છે. આ વીડિયોએ રીલ બનાવનારાઓના રીલ પ્રત્યેના ક્રેઝ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આ વીડિયોમાં એક મહિલાએ પોતાની સાડીના પાલવમાં આગ લગાવીને (Saree Fire Reel) રીલ બનાવતી જોવા મળી રહી છે. જેને જોઈને લોકો ગુસ્સે થયા અને તેના ગાંડપણને વખોડી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતા લોકોએ તીખી પ્રતિક્રિયાઓ આપી છે.

સાડીમાં આગ લગાવીને મહિલા નાચતી રહી

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર @more_fun_007 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને લાખો લોકોએ જોયો છે અને હજારો લોકોએ લાઈક કર્યો છે. વીડિયોમાં (Viral Video) સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, એક મહિલા પોતાની સાડીના પાલવમાં આગ લગાવીને નાચતી જોવા મળે છે. તે કેવી રીતે આગ લગાવીને ડાન્સ સ્ટેપ્સ કરી રહી છે, હકીકતે તો તે ફક્ત તેનું મન જ જાણતું હશે. રીલના ક્રેઝમાં લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા અચકાતા નથી. આ વચ્ચે એક વ્યક્તિ જોખમની પરવાહ કર્યા વગર કેમેરામાં આ ખતરનાક દ્રશ્ય રેકોર્ડ કરી રહ્યો છે.

Advertisement

લોકોએ તેને ગાંડપણ કહ્યું

આ વીડિયો વાયરલ (Viral Video) થયા પછી, યુઝર્સે રીલ બનાવવાને ગાંડપણ ગણાવ્યું છે. કેટલાક લોકોએ તેને ફિલ્મ કે ટીવી સિરિયલના શૂટિંગનો ભાગ પણ ગણાવ્યો છે, પરંતુ આગની સત્યતા વિડિઓમાં સ્પષ્ટપણે દેખાય છે. ઘણા યુઝર્સે આવી ખતરનાક રીલ પર પ્રતિબંધ મૂકવાની અને રીલ બનાવનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. એક યુઝરે લખ્યું, "આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, નહીં તો આ ક્રેઝ વધુ ઘાતક બની શકે છે."

Advertisement

આ પણ વાંચો ---- Viral : ગર્લફ્રેન્ડ જોડે ફરવા યુવકે QR કોડ સાથેનું પોસ્ટર લગાવ્યું, પૈસા માંગતા ટ્રોલ

Tags :
Advertisement

.

×